સ્પોર્ટસ

મેન્સ ટેનિસના નંબર-વન પછી હવે પોલૅન્ડની ટેનિસ સામ્રાજ્ઞી ડ્રગ્સના સેવન બદલ સસ્પેન્ડ કરાઈ…

રોમ/વોર્સોઃ ટેનિસમાં પ્રતિબંધિત કેફીદ્રવ્યના સેવન બદલ હાઇ-પ્રોફાઇલ ખેલાડી પર સસ્પેન્શન લાગુ કરાયું હોવાનો બીજો કિસ્સો ગણતરીના મહિનાઓમાં બન્યો છે. આ વાત મેન્સ ટેનિસમાં હાલમાં વર્લ્ડ નંબર-વન રૅન્ક ધરાવતા ઇટલીના યાનિક સિનરની અને મહિલા ટેનિસની ભૂતપૂર્વ નંબર-વન તથા હાલમાં બીજી રૅન્ક ધરાવતી પોલૅન્ડની ઇગા સ્વૉન્ટેકની છે.

આ પણ વાંચો : વડોદરાની સિરીઝ પહેલાં આવી ગઈ ભારતીય મહિલા ટીમની નવી વન-ડે જર્સી…

સિનરે માર્ચમાં બે વખત પ્રતિબંધિત ઍનાબોલિક સ્ટેરોઇડનું સેવન કર્યું હતું. સિનરે તપાસ પંચને ખુલાસામાં કહ્યું હતું કે તેના ટ્રેઇનરે તેને મસાજ માટે જે ક્રીમ વાપરી હતી એમાં એ પ્રતિબંધિત દ્રવ્ય હતું. અજાણતા જ આ દ્રવ્ય પોતાના શરીરના સંપર્કમાં આવ્યું હોવાનો ખુલાસો સિનરે કર્યો હતો અને તપાસ પંચ એવા નિષ્કર્ષ પર આવ્યું કે સિનરનો કોઈ દોષ નહોતો અને તેની કોઈ બેદરકારી પણ સાબિત નથી થઈ. થોડા મહિના બાદ સિનરને ક્લીન ચિટ આપવામાં આવી હતી.

23 વર્ષની સ્વૉન્ટેક પાંચ ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતી છે. છેલ્લાં પાંચમાંથી ચાર ફ્રેન્ચ ટાઇટલ સ્વૉન્ટેક જીતી છે. પૅરિસ ઑલિમ્પિક્સમાં તે સિંગલ્સનો બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

આ પણ વાંચો : બોલીવૂડ એક્ટ્રેસના પ્રેમમાં પાગલ હતો આ Pakistani Cricketer, કરવા માંગતો હતો એવું કામ કે…

ટ્રાયમેટઝાઇડિન નામનું ડ્રગ હૃદયની બીમારીને લગતી દવા છે જે ખેલકૂદમાં પ્રતિબંધિત છે. તેણે તાજેતરમાં યુરિનનું જે સૅમ્પલ ડ્રગ્સ-ટેસ્ટ માટે આપ્યું હતું એમાં આ દૃવ્ય મળી આવ્યું હોવાનું જણાતાં તેના રમવા પર એક મહિનાનો પ્રતિબંધ મુકાયો છે. પોલૅન્ડમાં આ દૃવ્યવાળી દવા કાનૂની છે એટલે સ્વૉન્ટેકના સાઇકોલૉજિસ્ટે પોલૅન્ડની દવાની એક દુકાનમાંથી ખરીદી હતી અને સ્વૉન્ટેકને આપી હતી. તેણે આ પ્રતિબંધિત ડ્રગ અજાણતાં લીધું હોવાથી તેના પર માત્ર એક મહિનાનો બૅન મૂકવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button