Rajkot: ક્ષત્રિય આંદોલનના નેતા પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીની ફરિયાદ
રાજકોટ: ક્ષત્રિય સમાજના અગ્રણી અને પરશોતમ રૂપાલા સામે શરૂ કરવામાં આવેલા ક્ષત્રિય આંદોલનના નેતા પી.ટી.જાડેજા (PT Jadeja) સામે FIR નોંધાઈ છે. પી. ટી. જાડેજા વિરુદ્ધ મનીલોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં અવિ છે. તેમની સામે કારખાનેદાર પાસેથી વ્યાજે આપેલા ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતાં હોવાનો આક્ષેપ છે.
આ પણ વાંચો: વ્યાજખોરી સામે લાલ આંખ : છેલ્લા બે માસમાં 565 વ્યાજખોરો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી
માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ અંગે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પી. ટી. જાડેજા સામે એક કારખાનેદારને 60 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા હતા, જે બાદ 70.80 લાખ ચૂકવી દીધા હોવા છતા તેઓ કારખાનેદાર પાસેથી ઉધરાણી કરતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જામીન પેટે આપેલા મકાનના દસ્તાવેજની ફાઇલ અને ચેક પરત ન આપતા અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વકીલને ડોક્યુમેન્ટ બતાવ્યા બાદ આપી લોન
ફરિયાદની વિગતો મુજબ સુરેશભાઈ કારખાનું ચલાવે છે, અને તેને નાણાંની જરૂર પડતાં મિત્ર યશપાલભાઈ પટગીરને વાત કરતાં તેમણે પી.ટી.જાડેજાનો સંપર્ક કરાવ્યો હતો. આ બાબતે ફરિયાદી અને પી. ટી. જાડેજાની મુલાકાત થઈ ત્યારે તેમણે મકાનના દસ્તાવજો વિના લોન નહી આપતા હોવાની વાત કરી હતી પરંતુ વચ્ચે તેમના મિત્ર હોવાથી તેઓ આપશે તેમ જણાવ્યું હતું અને આ માટે તેઓને તેમના વકીલને દસ્તાવેજો બતાવવાની વાત કરી હતી.
ઓરિજિનલ દસ્તાવેજ રાખી લીધા
ત્યારબાદ તેમના અન્ય એક વકીલને પણ આ દસ્તાવેજો બતાવ્યા હતા અને તેમણે ઓરિજિનલ દસ્તાવેજો રાખી લીધા હતા અને નકલ આપી હતી. ત્યારબાદ પી. ટી. જાડેજાએ 60 લાખ રૂપિયામાંથી વ્યાજ કાપીને ફરિયાદીને આપ્યા હતા. આ માટે તેમણે સિક્યુરીટી માટે ચેક પણ રાખી લીધા હતા, તેમજ ફરિયાદી નિયમિત રીતે યશપાલભાઈને પૈસા આપી દેતો હતો અને તેઓ પી. ટી. જાડેજાને મોકલી આપતા હતા.
ગુનો નોંધાયો છે
પાંચ મહિના બાદ પી.ટી.જાડેજાની ઓફિસથી ફોન આવ્યો હતો અને મુદ્દલની રકમ આપી જવા કહ્યું હતું. આ સમયે ફરિયાદીને નાણાની સગવડ ન હોવાથી તેમણે મિત્ર યશપાલભાઈને વાત કરી હતી પરંતુ અંતે પી.ટી.જાડેજાને વ્યાજની રકમ લીધી નહીં અને મુદ્દલ આપવા વાત કરી હતી. ત્યારબાદ ફોન કરીને ફોન કરીને મુદ્દલ આપી જજો નહીંતર સારાવટ નહીં રહે તેમ ધમકાવતો હતો. આ વાત ફરિયાદીના મોટાભાઈને જાણ થતાં તેમણે થતાં પૈસા પી.ટી.ના ખાતામાં જમા કરાવ્યા હતા. જો કે ત્યારબાદ પી.ટી.જાડેજા રકમ ચુકવવામાં મોડું થયું એટલે 10 ટકા વ્યાજ માગે છે જેથી સુરેશ પરમાર દ્રારા જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરીને પી.ટી.જાડેજા સામે ગુનો નોંધાવાયો છે.