નાના પાટેકરે સિંગરને પોતાની સ્ટાઈલમાં ઠપકારીઃ ચેનલે પબ્લિસિટી કરી
બોલીવૂડ અભિનેતા નાના પાટેકર પોતાના અભિનય સાથે મિજાજ માટે પણ જાણીતા છે. અભિનેતાના મગજનો પારો ઘણીવાર ઊંચે ચડી જાય છે અને આ માટે તેઓ વિવાદમાં પણ સપડાઈ છે. ફરી નાનાએ આવી જ કંઈક હરકત કરી છે અને તેમાં પણ ચેનલે તેને પબ્લિસિટી મટિરિયલ બનાવી વાયરલ પણ કરી દીધું છે.
નાના પાટેકર સિંગિંગ રિયાલિટી શૉ ઈન્ડિયન આઈડિયલમાં ગેસ્ટ જજ તરીકે આવ્યો હતો. એક સ્પર્ધકને પાટેકરને પૂછ્યું કે તમે અંકશાસ્ત્ર એટલે ન્યૂમરોલોજીમાં માનો છે. સ્પધર્કે હા પાડી ત્યારબાદ પાટેકરે તેને અઘરા સવાલ પૂછવાનું શરૂ કર્યુ. જેમાં જો તમે ન્યૂમરોલોજીમાં માનતા હો તો કહો કે આ સ્પર્ધાના વિજેતા કોણ બનશે. ત્યારબાદ તેમણે પૂછ્યું કે મારી ઉંમર શું છે તે કહો. સ્પર્ધકના ચહેરા પર ઉદાસિનતા અને મુંઝવણ જોવા મળી અને તે જવાબ પણ ન આપી શકી. પછી પાટેકરે કહ્યું કે તમે અહીં ગાવા આવ્યા છો તો સારું ગાઓ તે જ સત્ય છે બીજું કોઈ સત્ય નથી. ચેનલે આ વીડિયો પ્રમોશન માટે વાયરલ કર્યો છે, જેમાં પાટેકર સ્પર્ધકને ઝાટકતો હોવાનું દેખાઈ છે.