નેશનલ

Viral Video: નિર્ભયા કાંડ મુદ્દે દિલ્હીનાં સીએમ આતિશીએ વિધાનસભામાં શું માર્યો લોચો?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા સત્રની શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે જ બસ માર્શલોને હટાવવાના મુદ્દે સત્તારૂઢ આમ આદમી પાર્ટી અને વિપક્ષ ભાજપના ધારાસભ્યોએ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કર્યા હતા. મુખ્યમંત્રી આતિશીએ વિધાનસભામાં કહ્યું કે, માર્શલોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ઉપરાજ્યપાલની મંજૂરીની રાહ જોવે છે. વિધાનસભામાં બસ માર્શલનો મુદ્દો ઉઠાવવા દરમિયાન સીએમ આતિશીએ આ મોટી ભૂલ કરી હતી.

આ પણ વાંચો : વિશ્વમાં ભારતનો દબદબો વધ્યોઃ UN પીસકીપિંગ કમિશનમાં ભારતને ફરી બનાવાયું સભ્ય…

આતિશીએ શું કરી ભૂલ

સીએમ આતિશીએ વિધાનસભામાં ડીટીસી બસોની અંદર મહિલાઓ અને છોકરીઓની સુરક્ષાની વાત કરતા હતા. આતિશીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર પહેલા કોઈએ વિચાર્યું નહીં હોય કે બસમાં માર્શલ લગાવવામાં આવશે? આતિશીએ વિધાનસભામાં કહ્યું કે, દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો હતો. આ જઘન્ય અપરાધ ડીટીસીની બસમાં જ થયો હતો.

જોકે નિર્ભયા કાંડને લઈ વિધાનસભાની અંદર આતિશીનું આ નિવેદન પૂરી રીતે ખોટું છે. 16 ડિસેમ્બર, 2012ની રાતે જ્યારે નિર્ભયા કાંડ થયો હતો ડીટીસી બસમાં થયો નહોતો, એક ખાનગી બસમાં થયો હતો. આ બસ યાદવ ટ્રાવેલ્સ નામે રજિસ્ટર્ડ થઈ હતી. આ બસમાં નિર્ભયા કાંડ થયો હતો.

આ પણ વાંચો : લોરેન્સ બિશ્નોઈને સરકારનું ‘રક્ષણ’ મળ્યું છે? કેજરીવાલે ગૃહ મંત્રાલય પર સાધ્યું નિશાન…

વિધાનસભા ચર્ચામાં ભાગ લેતી વખતે આતિશીએ કહ્યું કે, 20 ઑક્ટોબર 2023ના રોજ તમને લખેલા પત્રમાં કેજરીવાલે કહ્યું હતું કે માર્શલોને હટાવવા ન જોઈએ. તેમનું વેતન રોકનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. સત્તારૂઢ આપ ધારાસભ્યોએ ભાજપ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે, તેમણે ઉપરાજ્યપાલ દ્વારા બસ માર્શલોને હટાવવાથી તેમના પરિવાર માટે રોજગારીની સમસ્યા ઉભી થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button