કાશ્મીરમાં આતંકીઓને આશરો આપનારાઓને ગંભીર પરિણામ ભોગવવા પડશે’: પોલીસની ચેતવણી…
જમ્મુ: જમ્મુ ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (એડીજીપી) આનંદ જૈને ચેતવણી આપી છે કે રાષ્ટ્રવિરોધી ઈરાદા ધરાવતા હોય અથવા આતંકવાદીઓને સમર્થન કરનારા લોકોએ ગંભીર પરિણામો ભોગવવા પડશે.
જૈને નાગરિકોને સતર્ક રહેવા વિનંતી કરી હતી અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તેની જાણ કરીને કાયદાકીય એજન્સીઓને સહકાર આપે છે. જૈને કહ્યું હતું કે રાષ્ટ્રવિરોધી ઇરાદા ધરાવતા હોય અથવા આતંકવાદીઓને કોઈપણ પ્રકારનું સમર્થન પૂરું પાડતા હોય તેવા લોકોએ ગંભીર પરિણામો ભોગવવા પડશે.
જૈને આતંકવાદીઓના ઇકોસિસ્ટમ અને નેટવર્ક પર કાબૂ મેળવવીને પ્રદેશની શાંતિ જાળવવાનો જમ્મુ કાશ્મીર પોલીસનો સંકલ્પ વ્યક્ત કર્યો અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની મિલકતો જપ્ત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું કે 29 ફરાર આતંકવાદીઓની સંપત્તિની ઓળખ કરવામાં આવી છે. એડીજીપીએ કહ્યું હતું કે “તેમની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે જે રાષ્ટ્રની સાર્વભૌમતા અને અખંડિતતા જાળવવાના જમ્મુ અને કાશ્મીર પોલીસના અતૂટ સંકલ્પને દર્શાવે છે.