પશ્વિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડઃ પૂર્વ TMC નેતા કુંતલ ઘોષને મળ્યા જામીન…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે પશ્ચિમ બંગાળ પ્રાથમિક શાળા ભરતી કૌભાંડ સંબંધિત સીબીઆઈ કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ભૂતપૂર્વ યુવા નેતા કુંતલ ઘોષના નિયમિત જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જવલ ભુઇયાની ખંડપીઠે જણાવ્યું હતું કે આ મામલે નજીકના ભવિષ્યમાં કેસ પૂર્ણ થવાની સંભાવના નથી, કારણ કે ઘોષ છેલ્લા 19 મહિનાથી કસ્ટડીમાં છે.
આ પણ વાંચો : “ભારતીય ટીમે પાકિસ્તાન જઈને ક્રિકેટ રમવું જોઈએ” તેજસ્વી યાદવે આવું કેમ કહ્યું?
ઘોષ તરફથી હાજર રહેલા એડવોકેટ એમ. એસ. ખાને તેમની દલીલના સમર્થનમાં ટ્રાયલ કોર્ટના બે આદેશો રજૂ કર્યા કે નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થશે નહીં, કારણ કે સીબીઆઈએ હજુ સુધી કેસમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરી નથી.
ખંડપીઠે ઘોષને જામીન આપ્યા અને કોર્ટ અથવા તપાસ એજન્સીની પૂર્વ પરવાનગી વિના પશ્ચિમ બંગાળ ન છોડવા કહ્યું હતું. તેમાં ઉમેર્યું હતું કે ઘોષ કોઈ જાહેર હોદ્દો સંભાળશે નહી અને તપાસની યોગ્યતાઓ સંબંધિત મીડિયામાં કોઈ નિવેદન આપશે નહીં.
આ પણ વાંચો : સંભલ મસ્જિદ વિવાદ, સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની સુનાવણી પર રોક લગાવી
નોંધનીય છે કે 20 નવેમ્બરના રોજ કલકત્તા હાઈ કોર્ટે શાળા ભરતી કૌભાંડ સંબંધિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેસના મુખ્ય આરોપીઓમાંના એક ઘોષને શરતી જામીન આપ્યા હતા. ઘોષની ઇડી દ્વારા 21 જાન્યુઆરી, 2023ના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સીબીઆઇ દ્વારા 20 ફેબ્રુઆરી, 2023ના રોજ પશ્ચિમ બંગાળ પ્રાથમિક શાળા ભરતી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.