આમચી મુંબઈમહારાષ્ટ્ર

મેદાન પર જ હાર્ટ અટેક આવતા મહારાષ્ટ્રના ક્રિકેટરનું મોત, ઘટના કેમેરામાં કેદ

સંભાજી નગર: ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓના જીવ જવાની ઘણી ઘટનાઓ બની છે, ઓસ્ટ્રેલીયાના બેટ્સમેન ફિલિપ હ્યુજીસને માથામાં બોલ વાગવાથી તેનું મોત નીપજ્યું હતું, આ ઘટનાનાને હાલમાં જ 10 વર્ષ પુરા થયા છે. આ ઉપરાંત સ્થાનિક ક્રિકેટમાં રમતા ખેલાડીઓનું મેદાન પર હાર્ટ એટેકને કારણે મોત થયાની પણ ઘણી ઘટનાઓ (Death on cricket ground) બની છે. તાજેતરમાં મહારાષ્ટ્રના સંભાજી નગર જિલ્લામાં રમાયેલી એક ક્રિકેટ મેચ દરમિયાન 35 વર્ષીય ક્રિકેટરે જીવ ગુમાવ્યો હતો.

બેટિંગ કરતા છાતીમાં દુખાવો ઉપડ્યો:
ગઈ કાલે 28 નવેમ્બરે ગરવારે સ્ટેડિયમમાં રમાયેલી એક સ્થાનિક ક્રિકેટ મેચ દરમિયાન આ ઘટના બની હતી. ક્રિકેટ મેચ રમતા ઇમરાન પટેલનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. લકી બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ અને યંગ ઈલેવન વચ્ચે મેચ ચાલી રહી હતી. ઈમરાન લકી ટીમનો કેપ્ટન હતો અને ઓપનર તરીકે બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ પીચ પર થોડો સમય વિતાવ્યા બાદ તેને છાતી અને હાથમાં સખત દુખાવો શરુ થયો હતો, જેના વિશે તેણે અમ્પાયરોને જાણ કરી હતી.

Also Read – “ભારતીય ટીમે પાકિસ્તાન જઈને ક્રિકેટ રમવું જોઈએ” તેજસ્વી યાદવે આવું કેમ કહ્યું?

અમ્પાયરોએ તેને મેદાન છોડવાની મંજૂરી આપી હતી. પેવેલિયન તરફ જઈ રહેલો ઈમરાન મેદાન પર જ ઢળી પડ્યો. થોડા સમય બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, કારણ કે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લોકોએ શોક વ્યક્ત કર્યો:
સંભાજીનગરના મ્યુનિસિપલ કમિશનર જી.શ્રીકાંત પણ સ્થળ પર હાજર હતા. ઇમરાનને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરવા માટે તેમણે પાઈલટ કાર આપી હતી. જોકે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઇમરાન તેના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે સ્થાનિક સ્તરે ખૂબ લોકપ્રિય હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે શોક વ્યક્ત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button