આપણું ગુજરાતવડોદરા

Vadodaraમાં યુવાનને ગોંધીને માર મારવાના કેસમાં પાંચ પોલીસકર્મી પર ફોજદારી કેસ નોંધવા આદેશ

વડોદરા : વડોદરામાં(Vadodara) ભાવનગરના યુવાનની વાહનચોરીના ગુનામાં અટક કરી પોલીસ દ્વારા માર મારવાના કેસમાં કોર્ટે પોલીસકર્મીઓ પર ફોજદારી ગુનો દાખલ કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે. વડોદરાની કોર્ટે તત્કાલીન વડોદરાના તત્કાલીન ડીએસપી અને હાલમાં વલસાડમાં એસ.પી તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ વાઘેલા, માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ બી.એસ.શેલાણા, હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઇ શનાભાઇ, અમરદિપસિંહ ચૌહાણ, મેહુલદાન ગઢવી સામે ફોજદારી ગુનો નોંધવા માટે આદેશ કર્યો છે

કારમાં વડોદરા લાવીને ચાર દિવસ સુધી ઢોર માર મારવામાં આવ્યો

આ સમગ્ર કેસની વિગત મુજબ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા નોંધાયેલી વાહનચોરીની ફરિયાદમાં તપાસ માટે ગયેલ પોલીસ કર્મીએ ભાવનગરથી કોમ્યુટર એન્જિનિયરને કારમાં વડોદરા ઉઠાવી લાવીને ચાર દિવસ સુધી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ અંગે ભાવનગરમાં કોમ્પ્યુટરની દુકાન ધરાવતા કોમ્પ્યુટર એન્જિનિયર આશીષકુમાર લાલજીભાઇ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ આપી હતી કે 29 નવેમ્બર 2020ના રોજ સવારે 10 વાગ્યાના અરસામા ભાવનગર ખાતે મારી દુકાનમાં કાળા કલરની ક્રેટા કારમાં પી.એસ.આઇ.શેલાણા સહિતના પાંચ લોકો આવ્યા હતા.

માર મારતા વડોદરા માંજલપુર પોલીસ સ્ટેશમાં લાવ્યા હતા

મને દુકાનમાં જ ઢોર માર મારી ખેંચીને કારમાં લઇ ગયા હતા. મારી દુકાનથી તેઓ ભાવનગર સ્થાનિક પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અહી પણ કારમાં મને માર મારવામાં આવ્યો હતો. મારા પિતાજી લાલજીભાઇ નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ છે તેઓ પોલીસ સ્ટેશન દોડી આવતા તેમને પણ ગાળો આપી હતી. મને ઇજાઓ થઇ હતી અને લોહી નીકળતુ હતુ એટલે મારા પિતાએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી.. ત્યારે પીએસઆઇ શેલાણાએ મને એમ્બ્યુલન્સમાં જવાની ના પાડી હતી અને મને મોડી રાત્રે ક્રેટા કારમાં માર મારતા વડોદરા માંજલપુર પોલીસ સ્ટેશમાં લાવ્યા હતા.

લોકઅપમાં પીવીસીની પાઇપથી ખુબ માર માર્યો હતો

મારી પત્ની જે ભાવનગરમાં એ.એસ.આઇ. છે તેઓ દોડી આવ્યા હતા તો પીએસઆઇ શેલાણાએ મારી પત્નીને સસ્પેન્ડ કરી દેવાની અને પિતાનું પેન્શન બંધ કરી દેવાની ધમકી આપી હતી પછી મને લોકઅપમાં લઇ ગયા હતા અને ત્રણ દિવસ સુધી સતત ઢોર માર માર્યો હતો. જ્યારે તારીખ 1 ડિસેમ્બરે તત્કાલીન ડીએસપી કરણરાજસિંહ આવ્યા હતા અને તેઓએ સાંજે 6 થી 8 બે કલાક સુધી લોકઅપમાં પીવીસીની પાઇપથી ખુબ માર માર્યો હતો અને પોલીસ વિરૃધ્ધ ફરિયાદ કરીશ તો પત્નીને સસ્પેન્ડ કરવાની અને પિતાનું પેન્શન બંધ કરવાની ધમકી આપી હતી. બીજા દિવસે મને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને પછીના દિવસે હું જામીન પર મુક્ત થયો હતો.

આ પણ વાંચો…Gujarat માં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન, આ નામાંકિત ગ્રુપો પર કાર્યવાહી

12 ડિસેમ્બરે સમન્સ ઇશ્યુ થશે

ભાવનગરના યુવાનનું અપહરણ કરીને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી માર મારવાના કેસમાં આરોપીઓ સામે 12 ડિસેમ્બર 2024ના રોજ સમન્સ ઇશ્યુ કરવા કોર્ટે હુકમ કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button