જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈન
નાની ખાખરના સતીશ નગીનચંદ્ર ફુરીયા (ઉં.વ. ૬૩) તા. ૯-૧૦ના અવસાન પામેલ છે. લીલાવંતી નગીનચંદ્રના પુત્ર. નિલમના પતિ. ધવલના પિતા. અરૂણા, રમેશના ભાઈ. ગાંગબાઈ ટોકરસી કુંવરજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સતીશ ફૂરીયા, ૭, અનુસિલા બિલ્ડિંગ, ગૌશાળા રોડ, મુલુંડ (વે.).
બિદડાના ટોકરશી નાનજી ફુરીયા (ઉં.વ. ૮૭) તા. ૯-૧૦-૨૩નાં અવસાન પામેલ છે. પાંચીબાઇ નાનજી મેઘજી ફુરીયાના પુત્ર. લક્ષ્મીબેન (કુસુમબેન)ના પતિ. રામજી (બચુ), ખીમજી (બબો), રામાણીયાના દમયંતી (પ્રભા) પોપટલાલ ગાલા, ભુજપુરના મંજુલા રવિલાલ દેઢીયા, બિદડાના લીલાવંતી, રાયણના ભારતી પ્રવિણ વીરાના ભાઇ. બિદડાના ભાગબાઇ ખીમજી વેરશી મારૂના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સુનીતા ચોરગે, ૩૦૮-બી, નેહા એપાર્ટમેન્ટ, એલ.બી.એસ. રોડ, ભાંડુપ (વેસ્ટ).
સોરઠ વિશા શ્રીમાળી જૈન
જેતપુર હાલ અંધેરી સ્વ. શ્રી શાંતિલાલ દુર્લભજી શેઠના ધર્મપત્ની નિર્મળાબેન શેઠ (ઉં.વ. ૮૨) તેઓે ચિ. પ્રતિક્ષાબેન, ચેતનભાઈ, પરેશભાઈના માતુશ્રી. મયુરભાઈ વારીયા અને ભાવનાબેનના સાસુ. ધોરાજી નિવાસી કાંતિલાલ દુર્લભજી ખાખરાના સુપુત્રી. તા. ૯/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જૂના સાવર (સાવરકુંડલા) હાલ મુલુંડ સ્વ. માવજીભાઈ કરશનદાસ વોરાના સુપુત્ર ચંદ્રકાંતભાઈ વોરા (ઉં.વ. ૭૯) તે નીલાબેનના પતિ. સંજય અને મનીષના પિતાશ્રી. ચેતના અને નેહલના સસરા. હીરલ-વત્સલ-હેનીલ અને ક્રિષાના દાદા. શ્ર્વસુર પક્ષે – હિંમતભાઈ, નગીનભાઈ અને ભોગીભાઈ લલ્લુભાઈ શાહ સિહોરવાળાના બનેવી. તા. ૯/૧૦/૨૩ સોમવારના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા: તા. ૧૨/૧૦/૨૩ ગુરુવારે ૧૦ થી ૧૨. સમૃદ્ધિ બેન્ક્વેટ હોલ, મદન મોહન માલવીયા રોડ, ટેલીફોન એક્સચેન્જની બાજુમાં, મુલુંડ (વે).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કુંકાવાવ, હાલ ઘાટકોપર સ્વ. પ્રભાકુંવરબેન મગનલાલ કામદારના સુપુત્ર વિનોદભાઈ કામદાર (ઉં.વ. ૮૧), મંગળવાર, તા. ૧૦-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે મધુબેનના પતિ. બીજલ, સમીરના પિતાશ્રી. પરાગભાઈ, સેજલના સસરા. પ્રફુલ્લભાઈ, શશીભાઈ, સ્વ. શોભનાબેન પ્રતાપરાય પારેખના મોટાભાઈ. સ્વ. લીલાવંતીબેન પ્રજારામભાઈ રાણપુરીયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા ઓસવાલ જૈન
પાદરા હાલ મુંબઇ શરદભાઇ ભગુભાઇ પાદરાકર (ઉં.વ. ૯૨) તે ધર્મેશ અને પૂર્ણિમાના પિતા. અરુણા, દક્ષેશભાઇના સસરા. કિંજલના દાદા અને સમીપના નાના. તા. ૮-૧૦-૨૩ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના સ્વ. યોગેશ નિસર (ઉં.વ. ૪૨) તા. ૭-૧૦-૨૩, શનિવારના અવસાન પામેલ છે. માતુશ્રી વેજીબેન વિરમ તેજશી નિસરના પૌત્ર. ગં. સ્વ. દમયંતી અમરશીના પુત્ર. સમીર, રાહુલના ભાઈ. કિંજલના દિયર. સમર્થના કાકા. સ્વ. ધનીબેન રતનશી દેવશી ગાલાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમરશી વિરમ નિસર, ૧, જાનિવિલા, નહેરુ રોડ, વિલેપાર્લે ઈસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઈના સ્વ. નાનજી શાહ (ઉં.વ. ૮૨) તા. ૮-૧૦-૨૩, રવિવારના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. રામુબેન માડણ થાવર શાહના પુત્ર. દિવાળીબેનના પતિ. અજય, વિજય, જયશ્રી, મીનાક્ષી, ચેતના, નયના, યોગીતાના પિતાશ્રી. તૃષીતા, સ્મિતા, મનસુખ, ડાઘા, વિનોદ સત્રા, સ્વ. મણીલાલ ગાલા, રમેશ ગાલા, રમેશ ડાઘાના સસરા. ચહેલના દાદા. શિવલખાના સ્વ. ચોથીબેન ખેરાજ અરજણ નંદુના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૨-૧૦-૨૩ના ૧૦ થી ૧૧.૩૦. પ્રાર્થના સ્થળ: અચલગચ્છ જૈન ઉપાશ્રય, ગુફા રોડ, જોગેશ્ર્વરી ઈસ્ટ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સરસઈ નિવાસી હાલ મીરા રોડ ગં. સ્વ. જયોત્સનાબેન (ઉં.વ. ૭૭) તે સ્વ. બાબુલાલ ઓધવજી દોશીના ધર્મપત્ની. કલ્પેશ, દેવેન, જાગૃતિબેન, રાખીબેનના માતુશ્રી. અ. સૌ. મોના, અ. સૌ. જીગ્ના, દીલીપભાઈ દોશી, ધર્મેશભાઈ દોશીના સાસુ. સ્વ. ચંદ્રકાન્તભાઈ, વાસંતીબેન દેસાઈ, લતાબેન વોરા, હર્ષાબેન કામદારના બહેન. બગસરા નિવાસી ભોગીલાલ રણછોડદાસ ઘેલાણીના પુત્રી સોમવાર, તા. ૯-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાણપુર – ભેંસાણ, હાલ વિલેપાર્લે તે સ્વ. હસમુખલાલ અવલાણીના ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં.વ. ૮૫) તે મનોજ, રશ્મી, દિવ્યાના માતુશ્રી. કાશ્મીરા, હેમંતભાઈ મોદી, હેમંતભાઈ ધુલાના સાસુ. નંદીશ, હર્ષના દાદી. ઈશા, સાહિલના નાની. સ્વ. કાંતિલાલ મહેતાના દીકરી તા. ૯-૧૦-૨૩, સોમવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.