ઇન્ટરનેશનલનેશનલ

કેનેડાનું વધુ એક ભારત વિરોધી પગલું, ભારતીય રાજદ્વારીઓના ફોન ટેપ થઇ રહ્યા છે!

નવી દિલ્હી: કેનેડા સરકાર છેલ્લા ઘાણા સમયથી સતત ભારત વિરોધી પગલા (India-Canada Tension) ભરી રહી છે. એવામાં એક મોટો ખુલાસો થયો છે, કેનેડામાં ભારતીય દુતાવાસના આધિકારીઓના ફોન ટેપ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ભારત સરકારે ગુરુવારે જણાવ્યું કે કેનેડિયન પ્રસાશને તાજેતરમાં જણાવ્યું કે વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના (Embassy of India in Canada) અધિકારીઓ ઑડિયો અને વીડિયો સર્વેલન્સને હેઠળ છે.

કેન્દ્ર સરકારે આપી જાણકારી:
વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે (Kirti Vardhan Singh) રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, “તાજેતરમાં, વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને કેનેડિયન અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ ઓડિયો અને વિડિયો સર્વેલન્સ હેઠળ છે અને તેમના અંગત પત્રવ્યવહાર પર પણ નજર રાખવામાં આવી રહી છે.”

વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે ભારત સરકારે 2 નવેમ્બર, 2024 ના રોજ નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશન સમક્ષ આ મુદ્દા પર સખત વિરોધ નોંધાવ્યો હતો કારણ કે આ પગલા તમામ રાજદ્વારી જોગવાઈઓનું ઘોર ઉલ્લંઘન હતું.

રાજદ્વારીઓ હેરાન કરવામાં આવી રહ્યા છે:
તમણે વધુમાં જણાવ્યું કે, “વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયાને તેમની વિકલી બ્રીફિંગમાં પણ કહ્યું કે અમારા રાજદ્વારીઓ અને કોન્સ્યુલેટ્સને હેરાન કરવામાં આવી રહ્યા છે અને ડરાવવામાં આવી રહ્યા છે. કેનેડા સરકાર ટેકનિકલ પાસાઓને ટાંકીને આ પગલાને ન્યાયી ઠેરવી શકે નહીં. અમારા રાજદ્વારીઓ અને કોન્સ્યુલર સ્ટાફ પહેલેથી જ ઉગ્રવાદ અને હિંસાના વાતાવરણ વચ્ચે કામ કરી રહ્યા છે. કેનેડા સરકારની આ કાર્યવાહી પરિસ્થિતિને વધારે બગાડી શકે છે.”

આ પણ વાંચો…Bangladesh માં હિંદુઓ પરના હુમલાનો પડધો બ્રિટિશ સંસદમાં, કહ્યું ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ જરૂરી

ભારત સરકાર કેનેડાના સંપર્કમાં:
વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષાના પ્રશ્ન પર, ભારત સરકાર કેનેડા સાથે સતત સંપર્કમાં છે જેથી કરીને આપણા રાજદ્વારી કર્મચારીઓને દરેક સમયે પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે.

અન્ય પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે કેનેડા સાથે ભારતના સંબંધો પડકારજનક રહ્યા છે, કારણ કે ત્યાંની સરકાર ભારત વિરોધી એજન્ડાનું સમર્થન કરનારા ઉગ્રવાદી અને અલગતાવાદી તત્વોને રાજકીય આશ્રય આપી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button