EDએ પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રાની મિલકતો પર પાડ્યા દરોડા
મુંબઇઃ ફેમસ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર મુશ્કેલીમાં છે. શિલ્પા શેટ્ટીને મોટો ઝટકો લાગ્યો છે. EDએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની આ કાર્યવાહીથી જુહુમાં શિલ્પા-રાજના ઘર અને ઓફિસમાં ખળભળાટ મચી ગયો છે. પોર્નોગ્રાફીના કેસમાં EDની ટ્રાયલ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. EDએ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા સહિત અનેક લોકોના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.
આ તપાસ મોબાઇલ એપ દ્વારા પોર્ન કન્ટેન્ટના સર્જન અને સર્ક્યુલેશન સાથે સંબંધિત છે. ઇડીની તપાસ મુંબઈ પોલીસના 2021 ના કેસ પર આધારિત છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુલાઈ 2021 માં પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં સીટી કોર્ટે તેને જામીન આપ્યા હતા. કુન્દ્રાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
કુન્દ્રાની જૂન 2021માં ‘અશ્લીલ’ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે કુન્દ્રા આ કેસમાં મુખ્ય કાવતરાખોર હતો. બે મહિના જેલમાં વિતાવ્યા બાદ તે હાલમાં સપ્ટેમ્બર 2021થી જામીન પર છે. પોલીસનો દાવો છે કે રાજ કુન્દ્રા અને તેની કંપની પોર્ન ફિલ્મો દ્વારા મોટી કમાણી તો કરે જ છે, પરંતુ સાથે સાથે તેમણે દેશના કાયદાને તોડી પાડવા માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી.
સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે આ રહસ્ય કેવી રીતે જાહેર થયું? તો વાત એમ છે કે મુંબઈ પોલીસે આ વર્ષે 4 ફેબ્રુઆરી 2021ના રોજ આ મામલે કેસ નોંધ્યો હતો. જ્યારે એક યુવતીએ મુંબઈના માલવાણી પોલીસ સ્ટેશનમાં આ રેકેટ અંગે ફરિયાદ નોંધાવી હતી.
Also Read – Gujarat માં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન, આ નામાંકિત ગ્રુપો પર કાર્યવાહી
ફરિયાદમાં જણાવાયું હતું કે કેવી રીતે કેટલાક લોકો છોકરીઓને ફિલ્મો અને ઓટીટીમાં કામ અપાવવાના નામે અશ્લીલ ફિલ્મોમાં કામ કરવા દબાણ કરે છે. આ સાથે મુંબઈમાં ઘણા બિઝનેસમેન અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ કરીને મોટી કમાણી કરી રહ્યા છે. આ પછી પોલીસે મલાડ વેસ્ટ વિસ્તારના એક બંગલામાં દરોડો પાડ્યો જ્યાં ભાડેથી પોર્ન ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું.
પોલીસને રાજ કુન્દ્રા અને તેની કંપની વિશે તરત જ માહિતી મળી ગઇ હતી, પરંતુ પોલીસ તેના પર હાથ મૂકતા પહેલા નક્કર પુરાવા એકત્ર કરવા માંગતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર રાજ કુન્દ્રા સાથે જોડાયેલી ઘણી વધુ માહિતી તેમની પાસે ઉપલબ્ધ હતી. તેમાં પીડિત યુવતીઓના નિવેદનો, વોટ્સએપ ચેટ્સ, એપ પરની ફિલ્મો અને રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફિક ફિલ્મ બિઝનેસનો સંપૂર્ણ હિસાબ હતો. આ પછી જ રાજની ધરપકડ કરવામાં આવી હતી.