ટોપ ન્યૂઝનેશનલ

સંભલમાં આજે શુક્રવારની નમાજ, વહીવટીતંત્ર એલર્ટ પર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સંભલ: ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વેને બાબતે ગત રવિવારે થયેલી હિંસા બાદ વાતાવરણ હજુ પણ તંગદીલી (Sambhal Violenece) ભર્યું છે. આજે શુક્રવારની નમાજ થશે જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને ખાસ તૈયારીઓ કરી છે. તણાવ વચ્ચે પોલીસ પ્રશાસને લોકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. પોલીસે દરેક ખૂણે-ખૂણે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. બીજી તરફ, જામા મસ્જિદના સર્વેના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

સંભલની જામા મસ્જિદની મેનેજમેન્ટ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, અરજીમાં સર્વેને તાત્કાલિક રોકવાની માંગ કરવામાં આવી છે. દલીલ કરવામાં આવી છે કે ઐતિહાસિક ધર્મસ્થાનો પર આવા સર્વે સાંપ્રદાયિક તણાવમાં વધારો કરી શકે છે અને દેશના બિનસાંપ્રદાયિક માળખાને નુકશાન પહોંચાડી શકે છે.


Also read: મસ્જિદ સર્વેક્ષણને લઈને સંભલમાં હિંસા: આગચંપી, પથ્થરમારો અને ગોળીબારમાં ત્રણના મોત…


CJI સંજીવ ખન્નાની બેન્ચ સુનાવણી કરશે:
આજે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેંચ વધુ સાંપ્રદાયિક તણાવ અને ઐતિહાસિક પૂજા સ્થાનો સંબંધિત સંવેદનશીલ વિવાદોને રોકવા માટે સુપ્રીમ કોર્ટની સીધી હસ્તક્ષેપની માંગણી કરતી અરજી પર વિચાર કરશે. અલ્હાબાદ હાઈકોર્ટને બાયપાસ કરીને સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.


Also read: યુપીના સંભલમાં હિંસા બાદ જનજીવન સામાન્યઃ શાળાઓ ફરી શરૂ, ઇન્ટરનેટ હજુ બંધ…


શુક્રવારની નમાજને લઈને પોલીસ વહીવટીતંત્ર એલર્ટ પર:
તણાવ વચ્ચે આજે શુક્રવારની નમાજ અદા કરવામાં આવશે. આ અંગે પોલીસ સજ્જ છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુરાદાબાદ ડિવિઝન પોલીસ કમિશનરે તૈયારીઓ વિશે માહિતી આપી હતી. તેમણે લોકોને તેમની નજીકની મસ્જિદોમાં જ નમાજ અદા કરવા અપીલ કરી છે. કમિશનરે કહ્યું કે લોકોએ જામા મસ્જિદમાં જવાનું ટાળવું જોઈએ.
આ મામલે મુરાદાબાદના કમિશનરે કહ્યું કે, શુક્રવારની નમાજ અંગે ગુરુવારે ફૂટ પેટ્રોલિંગ યોજાઈ હતી અને શાંતિ સમિતિ સાથે બેઠક યોજાઈ હતી. લોકો પોતાની નજીકની મસ્જિદોમાં નમાઝ અદા કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સંભલમાં પૂરતી પોલીસ ફોર્સ છે. સંવેદનશીલ સ્થળોએ અધિકારીઓ હાજર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button