Bangladesh માં હિંદુઓ પરના હુમલાનો પડધો બ્રિટિશ સંસદમાં, કહ્યું ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ જરૂરી
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં (Bangladesh)માં હિંદુ પર થઇ રહેલા સતત હુમલા પર અનેક પ્રતિક્રિયા આવી રહી છે. જેમાં ભારતના કડક વલણ બાદ બ્રિટિશ સંસદમાં પણ તેનો પડધો પડ્યો છે. બ્રિટિશ સંસદમાં કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સરકાર આ મુદ્દા પર નજર રાખી રહી છે
આ દરમિયાન તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુ ઘરો અને મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યાંની વચગાળાની સરકાર આ મુદ્દે કોઈ નક્કર પગલાં નથી લઈ રહી. આવી સ્થિતિમાં ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરવાની જવાબદારી બ્રિટનની છે. આ સવાલ પર બ્રિટનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું કે સરકાર આ મુદ્દા પર નજર રાખી રહી છે.
Also read: Bangladesh માં હિંદુઓની હાલત કફોડી અનેક ધાર્મિક સ્થળો પર હુમલા , જુઓ વિડીયો
આધ્યાત્મિક નેતાની બાંગ્લાદેશમાં ધરપકડ
કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, “ઇસ્કોન મંદિરો દેશમાં ભક્તિવેદાંતનો પ્રચાર કરે છે. ઇસ્કોન આ દેશનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. તેમના આધ્યાત્મિક નેતાની બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યાં હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ઘરો સળગાવવામાં આવી રહ્યા છે.
ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર
તેમણે વધુમાં જણાવ્યું કે “અમે બાંગ્લાદેશને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવ્યું છે. તેથી હવે તે અમારી જવાબદારી છે. ત્યાંની સરકારમાં જે ફેરફારો થયા છે તેને સ્વીકારી શકાય નહીં. ત્યાં ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. અમારા અત્યાર સુધી માત્ર એક FCDO તરફથી લેખિત નિવેદન આવ્યું છે.ત્યારે શું હાઉસ ઓફ કોમન્સના નેતા મૌખિક નિવેદન આપી શકે છે જે ગૃહમાં લાવી શકાય છે. જેથી લોકોનું ધ્યાન આ મુદ્દા તરફ દોરવામાં આવે.
Also read: બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિન્દુઓ પર હુમલો, 50 ઘાયલ
ધર્મ અને આસ્થાની સ્વતંત્રતાનું સમર્થન કરીએ છીએ
હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, આ મુદ્દે બોબ બ્લેકમેનનું નિવેદન યોગ્ય છે. અમે દરેક સ્થળે ધર્મ અને આસ્થાની સ્વતંત્રતાનું સમર્થન કરીએ છીએ. જેમાં બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. હું આ અંગે વિદેશ મંત્રાલયને પૂછીશ અને આ મુદ્દા પર ધ્યાન રાખવા માટે કહીશ. આ ઉપરાંત અમે જોઈશું કે બાંગ્લાદેશમાં હિંદુ પરના હુમલાને કેવી રીતે રોકી શકાય.