મનોરંજન

Zahir Iqbalને લઈને પૂનમ સિન્હાએ કહી એવી વાત કે ઉડી ગયા Sonakshi Sinhaના ચહેરાના રંગ…

બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને પતિ ઝહીર ઈકબાલ (Zahir Iqbal) ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું કપલ છે કે જે સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર સોનાક્ષી અને ઝહીરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હા સાથે કોમેડિયન કપિલ શર્માના શો પર પહોંચ્યા હતા. આ શો પર સાસુ પૂનમ સિન્હાએ જમાઈ માટે એવી વાત કહી હતી કે જે સાંભળીને સોનાક્ષીના ચહેરાના રંગ ઉડી ગયા હતા.

આ પણ વાંચો: ઝહીર ઇકબાલે કર્યો કરિશ્મા કપૂર સાથે ધમાકેદાર ડાન્સ તો સોનાક્ષી સિંહા….

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે પૂનમ સિન્હા એવું કહે છે કે મને મારી મમ્મીએ કહ્યું હતું કે જીવનમાં એવા પુરુષ સાથે લગ્ન કરજે જે તને ખૂબ પ્રેમ કરતો હોય. પરંતુ સોનાક્ષીએ એ વ્યક્તિની સાથે લગ્ન કર્યા જેને એ ખૂબ જ પ્રેમ કરે છે.

What did it mean lol
byu/Used_Confection6060 inBollyBlindsNGossip


મમ્મીની આ વાત સાંભળીને સોનાક્ષીએ તરત જ કહ્યું કે અમારા કેસમાં થોડું અલગ છે. એને (ઝહિર)ને લાગે છે કે તેં મને વધુ પ્રેમ કરે છે અને મને લાગે છે કે હું એને વધુ પ્રેમ કરું છું. આ ડિબેટેબલ છે. હવે આમાં મામલો કોણે સેટલ કરાવશે? મા-દીકરીની આ નોંકઝોક સાંભળીને હાજર તમામ લોકો હસી પડે છે.

આ પણ વાંચો: જે ફ્લેટમાં લગ્ન કર્યા તે ફ્લેટ સોનાક્ષીએ વેચવા કાઢ્યો?

જોકે, જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો કે લોકોએ એના પર જાત જાતની કમેન્ટ કરવા લાગ્યા હતા. કેટલાક લોકો સોનાક્ષી સિન્હાના વખાણ કરી રહ્યા છે કે ભાઈ ખૂબ જ સરસ રીતે સોનાક્ષીએ આખો મામલો સંભાળી લીધો તો વળી કેટલાક લોકો એવા પણ છે કે જેમને ઝહિર માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોનાક્ષી અને ઝહિરના લગ્નની જાહેરાતથી જ સિન્હા પરિવારમાં ખટરાગ શરૂ થઈ ગયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હવે કપિલ શર્માના શો પર પણ શત્રુઘ્ન અને પૂનમના વર્તન પરથી પરિવારમાં કંઈક તો ઠીક નથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button