નેશનલ

ગ્લોબલ હંગર રિપોર્ટને કેન્દ્ર સરકારે ગણાવ્યો ખોટો, કહ્યું દેશની વાસ્તવિક સ્થિતિ નથી દર્શાવી

નવી દિલ્હીઃ ગ્લોબલ હંગર રિપોર્ટ-2024 ઈન્ડેક્સમાં ભારત 105માં ક્રમે હતું. કેન્દ્ર સરકારે લોકસભામાં આ મુદ્દે જવાબ આપ્યો છે. આ મુદ્દે સરકારે કહ્યું છે કે ગ્લોબલ હંગર રિપોર્ટ-2024 ઈન્ડેક્સમાં ઉપયોગમાં લેવામાં આવેલો હંગર ઈન્ડેક્સમાં ત્રૂટિ છે અને તે ભારતની વાસ્તવિક સ્થિતિ દર્શાવતું નથી. સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કુપોષણના મુદ્દાને હલ કરવા માટે ગંભીર પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: ખરેખર આ સત્ય છે, ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા ભારત કરતાં આગળ…?

સર્ન વર્લ્ડવાઈડ, વેલ્ટ હંગર હિલ્ફ એન્ડ ઈન્સ્ટિટ્યૂટ લૉ ઓફ પીસ એન્ડ આર્મ્ડ કૉન્ફ્લિક્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા અભ્યાસમાં ભારતને 127 દેશમાંથી 105મો નંબર આપવામાં આવ્યો હતો. જૂનિયર કન્ઝ્યુમર અફેર, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી નિમુબેન બાંભણીયાએ કહ્યું હતું કે ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભૂખની વ્યાખ્યામાં અનેક ત્રૂટિ છે અને તે ભારતની વાસ્તવિક સ્થિતિ દર્શાવતું નથી.

ચાર ઘટકમાંથી ત્રણ બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત છે અને તેને જનસંખ્યામાં ભૂખને દર્શાવવા માટે લઈ શકાય નહીં. 2023ની તુલનામાં 2024માં ભારતના રેન્કિંગમાં સુધારો થયો છે. ગત વર્ષના ગ્લોબલ હંગર રિપોર્ટમાં ભારતનો નંબર 111મો હતો.

આ પણ વાંચો: હંગર ઈન્ડેક્સમાં ભારત 125 માંથી 111મા સ્થાને, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ પણ આગળ

આંગણવાડી સેવાઓ અને પોષણ અભિયાન અંતર્ગત સપ્લિમેન્ટ ન્યૂટ્રિશિયન પ્રોગ્રામના પ્રયાસોને ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ને એકીકૃત કરવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ પોષણ સામગ્રી અને વિતરણમાં વ્યૂહાત્મક બદલાવથી બાળકો, કિશોરીઓ, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓ વચ્ચે કુપોષણના પડકારનું સમાધાન કરવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button