નરેન્દ્ર મોદીની હત્યાનો ધમકીભર્યો કૉલ કરનારી મહિલા માનસિક અસ્વસ્થ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાની કથિત ધમકી આપતો કૉલ પોલીસ ક્ધટ્રોલ રૂમને કરનારી મહિલાને તાબામાં લેવાઈ હતી. મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પોલીસ અધિકારીનું કહેવું છે.
અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસના ક્ધટ્રોલ રૂમમાં બુધવારની રાતે મહિલા ફોન કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાની તૈયારી થઈ ગઈ છે અને શસ્ત્રો પણ આવી ગયાં હોવાનું મહિલાએ પોલીસને કહ્યું હતું.
ક્ધટ્રોલ રૂમના અધિકારીઓએ જે મોબાઈલ નંબરથી કૉલ આવ્યો હતો તેના પર વારંવાર ફોન કર્યા હતા, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. ચૂંટણી પત્યા પછી સત્તા બનાવવાની મથામણ ચાલી રહી છે ત્યારે વડા પ્રધાનની હત્યાનો ધમકીભર્યો કૉલ આવતાં પોલીસે તેને ગંભીરતાથી લીધો હતો.
આ પ વાંચો : 56 વર્ષમાં ગુયાનાની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પોલીસે કૉલ ટ્રેસ કરતાં અંધેરી નજીકના અંબોલી વિસ્તારમાંથી આવ્યો હવાનું જણાયું હતું. પોલીસની ટીમ મોબાઈલ ટ્રેસ કરી મહિલા સુધી પહોંચી હતી. મહિલાને તાબામાં લઈ અંબોલી પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં 34 વર્ષની મહિલા માનસિક અસ્વસ્થ હોવાનું જણાયું હતું. મહિલાએ અમસ્તા ફોન કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. તેનો ગુનાહિત ભૂતકાળ ન હોવાનું પણ તપાસમાં જણાયું હતું. તેમ છતાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.