ભારતના આ સ્થળે છે સોનાની ખાણ, RBIના ભંડાર કરતાં પણ પાંચ ગણું છે અહીં સોનુ…
ભારતમાં સોનાનો ક્રેઝ ક્યારેય ઘટવાનો નથી અને ભારતમાં સોનાનું મહત્ત્વ ક્યારેય ઘટવાનું પણ નથી. સોનું એ ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત પાયો તો છે જ પણ એની સાથે સાથે જ ભારતીય અર્થવ્યવસ્થામાં પણ તેનો મહત્ત્વનો હિસ્સો છે. સોનુ એ નાણાંકીય સ્થિરતાનું પ્રતિક છે અને એને રોકાણનું એક સુરક્ષિત માધ્યમ પણ માનવામાં આવે છે. વિદેશી મુદ્રા ભંડારને મજબૂત બનાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India) પણ એનો સંગ્રહ કરે છે.
ભારતીય સમાજમાં સોનું એ મહિલાઓના જીવનનો એક અભિન્ન અંગ બની ગયું છે. લગ્ન, વારે-તહેવારે કે કોઈ પણ પ્રસંગે સોનુ પહેરવાનું ચલણ ખૂબ જ છે અને શુભ પણ માનવામાં આવે છે. સોનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં વસેલું છે, જે એના મૂલ્યમાં વધારો કરે છે. આવી પરિસ્થિતિમાં ભારતના એક રાજ્યના શહેરમાં સોનાનો ભંડાર આવેલો છે, એની તમને જાણ છે? આ ભંડાર એટલો વિશાળ છે કે તે આરબીઆઈ કરતાં પાંચ ગણુ છે, ચાલો તમને જણાવીએ…
કર્ણાટક કે જેને સોનાની ભૂમિ કહેવાય છે ભારતમાં સોનાના ઉત્પાદનમાં કેરળ સૌથી આગળ છે. અહીંથીદેશના કુલ સોનાના ઉત્પાદનનો 80 ટકા હિસ્સો આવે છે અને દેશની સૌથી મોટી ગોલ્ડ માઈન અહીં આવેલી છે.
આ પણ વાંચો :RBI એ આ મોટી બેંકને ફટકાર્યો દંડ, આ બાબતે મળી હતી ફરિયાદો
કર્ણાટક બાદ વારો આવે છે ગુજરાતના પડોશી રાજ્ય રાસ્થાનનો. રાજસ્થાન પણ સોનાના ઉત્પાદનમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રાજસ્થાનમાં પણ સોનાની શોધ મોટા ભાગે જહાજપુર, રાધાપુરા, બીકાનેર અને જેસલમેરમાં થાય છે.
હવે આવે છે કહાની મેં ટ્વીસ્ટ. સોનભદ્રમાં સોનાના મોટા મોટા ભંડાર છે. એક રિપોર્ટમાં આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે. જીએસઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અહીં આશરે 3000 ટન સોનું હોવાનો અંદાજ છે. જો આ દાવો સાચો સાબિત થાય તો તે માત્ર યુપી જ નહીં પણ આખા દેશ માટે આર્થિક દ્રષ્ટિએ મહત્ત્વનો સાબાતિ થશે. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં મળેલા સોનાનો ભંડાર આખા દેશમાં સૌથી મોટું યોગદાન આપશે, જેનાથી ભારતના સોનાના ભંડારમાં વૃદ્ધિ થશે. જોઈએ હવે જીએસઆઈ દ્વારા કરાયેલા દાવામાં કેટલી સચ્ચાઈ છે.