આમચી મુંબઈ

Good News: મેટ્રો-૩થી ઍરપોર્ટના T-2 સુધી પહોંચવા માટે વૉક-વે બનાવાશે

મુંબઈ: કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો-થ્રીના આરે-બીકેસી અંડરગ્રાઉન્ટ મેટ્રોથી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનશનલ ઍરપોર્ટના ટર્મિનલ-ટુ (T-2) મેટ્રો સ્ટેશનથી મોટી બેગ લઇને એરપોર્ટ સુધી પહોંચાવામાં પ્રવાસીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે, તેમાંય વળી આટલું અંતર કાપવામાં પ્રવાસીઓને ૧૫ મિનિટનો સમય લાગી રહ્યો છે.

હાલમાં મેટ્રો-૭એનું કામ ચાલી રહ્યું હોવાને કારણે અન્ય સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ હવે ટૂંક સમયમાં એરપોર્ટ સુધી જનારા પ્રવાસીઓની અસુવિધા દૂર થવાની છે. હવે ટી-૨થી એરપોર્ટ સુધી જવા માટે હંગામી ધોરણે સ્ટીલનો વૉકવે બાંધવામાં આવનાર છે.

તાજેતરમાં એમએમઆરસી, એમએમઆરડીએ, મહા મુંબઈ મેટ્રો ઓપરેશન્સ કોર્પોરેશન લિ. (એમએમએમઓસીએલ) અને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. (એમઆઇએએલ) દ્વારા આ સાઇટની સમીક્ષા કરાઇ હતી અને ત્યારે આ વૉકવે બાંધવાનો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો : ફડણવીસને સિરે તાજ સજશે કે ભાજપ આપશે સરપ્રાઈઝ? મુંબઈથી દિલ્હી સુધી હલચલ તેજ

આ પ્રકલ્પની જવાબદારી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને સોંપવામાં આવી છે. મેટ્રો-થ્રીની આરે-બીકેસીની લાઇન-૭ ઓક્ટોબરથી સેવામાં દાખલ થઇ ગઇ છે, પણ આ માર્ગને હજી સારો પ્રતિસાદ મળી રહ્યો નથી.

ઘણા મેટ્રો સ્ટેશન પર વૉકવે, બેસ્ટ બસ સ્ટોપ, રિક્ષા-ટેક્સી સ્ટેન્ડ એમ કોઇ પણ પ્રવાસની સુવિધા હજી ઉપલબ્ધ નતી. તેથી પ્રવાસીઓૉનો મેટ્રો-થ્રીને પ્રતિસાદ મળી રહ્યો નથી. તેમ છતાં હવે એમએમઆરસીએએ મેટ્રો સ્ટેશનથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે. જેવીએલઆર બહાર બેસ્ટનું બસસ્ટોપ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button