એરપોર્ટ પર Aishwarya Rai-Bachchan દેખાઈ આ રીતે, યુઝર્સે પૂછ્યું…
બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે અને હાલમાં જ ઐશ્વર્યા બુધવારે દુબઈ ગ્લોબલ વુમન ફોરમ અટેન્ડ કરવા પહોંચી હતી. આ ઈવેન્ટમાંથી ઐશ્વર્યાના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે અને ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી છે. ઈવેન્ટ એટેન્ડ કરીને ઐશ્વર્યા મોડી રાતે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને એ સમયે દીકરી આરાધ્યા બચ્ચન વિના દેખાઈ હતી અને યુઝર્સને આરાધ્યાની ગેરહાજરી ખટકી ગઈ અને હતે તેમણે આરાધ્યાને લઈને સવાલો કર્યા હતા. આવો જોઈએ આખરે શું કહ્યું યુઝર્સે આરાધ્યા વિશે-
વાત જાણે એમ છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન છેલ્લાં કેટલાય સમયથી જ્યાં જાય ત્યાં દીકરી આરાધ્યાને સાથેને સાથે જ લઈ જતી હોય છે. પરંતુ આ વખતે ફોર એ ચેન્જ દુબઈની ઈવેન્ટમાં તે એકલી જ પહોંચી હતી. બ્લેક એન્ડ ગ્રે જેકેટ સાથે મેચિંગ જોગિંગ્સ અને સ્નીકર્સમાં જોવા મળેલી ઐશ્વર્યા ઓપન હેર અને લાઈટ મેકઅપમાં એકદમ સ્ટનિંગ લાગી રહી હતી. પેપ્ઝને જોઈને ઐશ્વર્યાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ અને તેણે પેપ્ઝને પોઝ આપ્યા.
લાંબા સમય બાદ એવું થયું છે કે ઐશ્વર્યા દીકરી આરાધ્યા વિના એકલી સ્પોટ થઈ હોય. ઐશ્વર્યા મોટાભાગે દીકરી આરાધ્યા સાથે જ જોવા મળે છે પરંતુ આ વખતે આરાધ્યાની ગેરહાજરી યુઝર્સ અને ફેન્સને ખટકી ગઈ હતી. તેમણે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ઐશ્વર્યાના આ વીડિયો નીચે કમેન્ટ કરતાં લખ્યું હતું આરાધ્યા ક્યાં છે? શું આરાધ્યા સ્કુલ ગઈ છે? બીજા એક યુઝરે લખ્યું છે કે આરાધ્યા મિસિંગ આઉટ… તો વળી કેટલાક યુઝરે ઐશ્વર્યાના ડ્રેસિંગ અને હેરસ્ટાઈલ પર પણ કમેન્ટ કરતાં લખ્યું હતું કે ઐશ્વર્યાએ પોતાના ડિઝાઈનરને બદલવો જોઈએ.
આ પણ વાંચો : શું ઐશ્વર્યા રાયે નામમાંથી બચ્ચન સરનેમ હટાવી?, લોકોએ કહ્યું- ‘છૂટાછેડા કન્ફર્મ..’!
બચ્ચન સરનેમ ગાયબ, પણ વેડિંગ રિંગ તો જેમની તેમ જ…
દરમિયાન જ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાયના નામમાંથી બચ્ચન સરનેમ ગાયબ થતાં ફરી એક વખત ડિવોર્સની અફવાઓ તેજ બની છે. પરંતુ આ ઈવેન્ટમાં પણ ઐશ્વર્યાએ પોતાની વેડિંગ રિંગ ફ્લોન્ટ કરી હતી. તે જ્યારે સ્ટેજ પર આવીને બધાને નમસ્કાર કરે છે ત્યારે તેના હાથમાં વેડિંગ રિંગ દેખાઈ રહી છે, જેના પરથી ડિવોર્સની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. તમે પણ ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો આ ઈવેન્ટના ફોટો વીડિયો-