રસ્તાઓ પર ત્યજેલા વાહનોનો નિકાલ કરવા માટે BMC એક્શનમાં, આ ભર્યું પગલું!
મુંબઈ: મુંબઈના વિસ્તારોમાંથી ત્યજી દેવાયેલાં વાહનોને દૂર કરવાના કામકાજની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે પાલિકાએ એ કામ કોન્ટ્રેક્ટરને આપવાનું નક્કી કર્યું છે. પાલિકા આગામી ત્રણ વર્ષમાં મુંબઈના રસ્તાઓ પર પડેલાં ૩૦૦૦થી વધુ ભંગાર જેવાં વાહનોનો નિકાલ કરવા માટે કોન્ટ્રેક્ટરોની નિમણૂક કરવા ટેન્ડરોને આમંત્રિત કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્યજી દેવાયેલાં વાહનોની ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને તેને સાફ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે પાલિકાનો ટ્રાફિક વિભાગ કામગીરીની દેખરેખ રાખશે. અમારો અંદાજ છે કે સમગ્ર મુંબઈમાં ૩૦૦૦થી વધુ ત્યજી દેવાયેલાં વાહનો છે, એવું ટ્રાફિક વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. મ્યુનિસિપલ રોડ પર દાવા વગરના આવાં વાહનો માટે ટેન્ડર મગાવવામાં આવ્યાં છે.
Also read: જીતમાં હમ સબ સાથ સાથ હૈ, હારી ગયા તો આવજોઃ MVAનું બંધન તૂટવાની અણી પર
અગાઉ ટ્રાફિક પોલીસ, આરટીઓ અને પાલિકાની વોર્ડ ઓફિસો સહિત બહુવિધ સત્તાવાળાઓ ત્યજી દેવાયેલાં વાહનો સાથે વ્યવહાર કરવા માટે જવાબદાર હતાં. જોકે અંશત: સ્ટાફની અછત અને વિવિધ સત્તાવાળાઓ વચ્ચેના સંકલનના અભાવને કારણે આ સિસ્ટમ ઘણી વાર ધીમી અને બિનકાર્યક્ષણ હતી.
Also read: ફડણવીસને સિરે તાજ સજશે કે ભાજપ આપશે સરપ્રાઈઝ? મુંબઈથી દિલ્હી સુધી હલચલ તેજ
અગાઉની નીતિ મુજબ વોર્ડસ ત્યજી દેવાયેલાં વાહનોની ઓળખ કરશે, માલિકોને દાવો કરવા માટે ૪૮ કલાકની સૂચના આપશે અને પછી તેને નિયુક્ત સ્થળે લઇ જવામાં આવશે. જો કોઇએ ૧૦ દિવસની અંદર વાહનનો દાવો ન કર્યો હોય તો આરટીઓ તેની નોંધણી રદ કરવા માટે એનઓસી બહાર પાડશે. બીજી બાજુ પોલીસ પણ ખાતરી કરશે કે આ વાહન માટે કોઇએ ફરિયાદ તો નથી કરીને. ત્યાર પછી સૌથી વધુ બોલી બોલનાર માટે વાહનની લિલામી કરવામાં આવશે.