ખ્યાતિ કાંડમાં નવો ખુલાસોઃ ગામના સરપંચ, આસપાસની હોસ્પિટલના ડૉક્ટરોને અપાતું હતું કમીશન…
અમદાવાદઃ અમદાવાદના એસ.જી. હાઈવે પર સ્થિત ખ્યાતિ હૉસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓમાં હૉસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, મિલિન્દ પટેલ અને પંકિલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ચિરાગની ખેડામાંથી જ્યારે અન્ય બે આરોપીની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હતી. દરેક આરોપી પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા એકબીજાનો સંપર્ક કરી રહ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલમાં ભૂતકાળમાં સર્જાયો હતો આ કાંડ, દર્દીનું થયું હતું મોત
ડૉક્ટરોને આપવામાં આવતું હતું કમીશન
ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આસપાસની હોસ્પિટલમાંથી પણ દર્દીને તેમની હોસ્પિટલ લાવવામાં આવતા હતા. જેમના ઑપરેશન સરકારી યોજનામાં થઈ શકે તેમ ન હોય તેવા કેસમાં ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ ડોક્ટરોનો સંપર્ક કરીને આવા દર્દીને તેમની હોસ્પિટમલાં લાવતો હતો. આ માટે ડૉક્ટરોને કમીશન પણ આપવામાં આવતું હતું. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે જે ગામમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવતા હતા તેના સરપંચોને પણ કમીશન આપવામાં આવતું હતું.
હૉસ્પિટલની 70 ટકા આવક સરકારી યોજનામાંથી થતી
ડૉક્ટર પ્રશાંતની ધરપકડ બાદ પકડાયેલા આરોપીની પૂછપરછમાં ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું કે, હોસ્પિટની 70 ટકા આવક સરકારી યોજનામાંથી અને 30 ટકા આવક જનરલ ઓપીડી તથા સર્જરીથી થતી હતી. સરકાર યોજનાના માધ્યમથી હૉસ્પિટલે માર્ચ 2023થી ડિસેમ્બર 2024 સુધી 11 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા હતા. ક્રાઈમ બ્રાંચને ખ્યાતિ હૉસ્પિટલમાંથી બે પ્રકારના રજિસ્ટર પણ મળ્યા છે. એકમાં પાકી અને બીજીમાં કાચી એન્ટ્રી થથી હતી. આ રેકોર્ડ સીઈઓ રાહુલ મેંટેન કરતો હતો.
આ પણ વાંચો : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોની થશે પસંદગી? જાણો કયા નામોની છે ચર્ચા
ખ્યાતિ હૉસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતે સરકારી યોજનાના માધ્યમથી પૈસા કમાવવાનું ષડયંત્ર રચ્યું હતું. ચિરાગે તેની નીચે ટીમ રાખી હતી. જેમાં માર્કેટિંગ મેનેજર મિલિન્દ પટેલ, અને માર્કેટિંગ આસિસ્ટન્ટ તરીકે પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટ કામ કરતા હતા. મિલિન્દ પટેલ, પંકિલ અને પ્રતીક અલગ અલગ ગામડામાં મેડિકલ કેમ્પનું આયોજન કરતા હતા અને ઈન્ડોર પેશન્ટને હૉસ્પિટલ સુધી લાવવાનું કામ કરતા હતા. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે, મલિન્દ સામે પહેલાથી જ છેતરપિંડીની બે એફઆઈઆર નોંધાયેલી છે.