આમચી મુંબઈ

Central Railwayના આ સ્ટેશનના પ્લેટફોર્મ નંબરમાં ફરી કરાયો ફેરફાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો….

મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈ અને મુંબઈગરાની લાઈફલાઈન બની ગઈ છે. રેલવે દ્વારા પણ પ્રવાસીઓની સુવિધા માટે અનેક ઉપાયયોજના અને પગલાં લેવામાં આવે છે. આવું એક મહત્ત્વનું પગલું હાલમાં મધ્ય રેલવે દ્વારા મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેને જોડનારા સૌથી મહત્ત્વના સ્ટેશન એટલે કે દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બદલવામાં આવ્યા હતા. હવે ફરી એક દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબરમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેના વિશે જાણી લેશો તો ફાયદામાં રહેશો. આવો જોઈએ શું છે આ મહત્ત્વનો ફેરફાર-

મધ્ય રેલવે પર 27મી નવેમ્બર એટલે કે આજથી પ્લેટફોર્મ નંબર 10 પ્લેટફોર્મ નંબર 9 એ અને પ્લેટફોર્મ નંબર 10 એને બદલે પ્લેટફોર્મ નંબર 10 તરીકે ઓળખવામાં આવશે. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેને જોડતા દાદર સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર રહે છે. બંને લાઈન પર એક જ નંબરના પ્લેટફોર્મ હોવાને કારણે મુંબઈ બહારથી આવનારા નાગરિકો હેરાન-પરેશાન થઈ જાય છે, જેને કારણે બંને રેલવેએ મળીને બધા પ્લેટફોર્મને એક લાઈનમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દાદર રેલવે સ્ટેશન પરથી દરરોજ પાંચ લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને દાદર રેલવે સ્ટેશન મધ્ય રેલવે પરનું સૌથી વધુ ભીડવાળું રેલવે સ્ટેશન છે. દાદર પરથી દરરોજ 800 લોકલ અને મેલ એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવે છે. દાદર સ્ટેશન પર પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં લઈને પ્લેટફોર્મ નંબર બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે મધ્ય રેલવેના પ્લેટફોર્મ નંબર 10 પ્લેટફોર્મ નંબર 9 એ અને પ્લેટફોર્મ નંબર 10 એને બદલે પ્લેટફોર્મ નંબર 10 કરવાની જાહેરાત રેલવે દ્વારા કરવામાં આવી છે. આ ફેરફાર આજથી એટલે કે 27મી નવેમ્બરથી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Good News: આવતીકાલથી પશ્ચિમ રેલવેમાં 13 એસી લોકલ ટ્રેનની સર્વિસ વધશે…

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ડિસેમ્બર, 2023માં પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મ નંબર ન બદલાતા મધ્ય રેલવે પર પ્લેટફોર્મ નંબર એકથી આઠ સુધીના નંબર બદલીને અનુક્રમે પ્લેટફોર્મ નંબર 8થી 14 કરવામાં આવ્યો છે. મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મ નંબરને કારણે દરરોજ સેંકડો પ્રવાસીઓ અટવાઈ જતા હતા, જેના ઉકેલ તરીકે રેલવે ગ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button