સ્પેશિયલ ફિચર્સ

Nita Ambani, Isha Ambaniનો આ સ્ટાઈલિશ લૂક જોઈને તો…

સ્ટાઈલ સ્ટેટમેન્ટની વાત એવો તો અંબાણી લેડીઝનો કોઈ જવાબ નથી અને એમાં પણ ખાસ કરીને નીતા અંબાણી (Nita Ambani) અને ઈશા અંબાણી (Isha Ambani) તો હંમેશા ફેશન ગોલ્ડ આપે છે. ઈશા અંબાણી હોય તે નીતા અંબાણીના આઉટફિટ્સ એવા હોય છે કે ફેશનની દુનિયામાં તહેલકો મચી જાય છે. આ વખતે પણ નીતા અંબાણી અને ઈશા અંબાણીનો એવો લૂક સામે આવી રહ્યો છે કે જે જોઈને તમે પણ ચોંકી ઉઠશો.

નીતા અંબાણી અને ઈશા અંબાણીના ફોટો તો અવારનવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણી અને ઈશા અંબાણીનો એક અનસીન ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ અનસીન ફોટોમાં જ્યાં ઈશા અંબાણી મોર્ડન અવતારમાં જોવા મળી રહી છે, તો નીતા અંબાણી સૂટમાં જોવા મળી રહ્યા છે.

આપણ વાંચો: ભારેભરખમ મીનાકારીવાળી જ્વેલરી, નીતા અંબાણી પર આ રીતે ભારે પડી નાની વહુ રાધિકા મર્ચન્ટ…

આવો જોઈએ શું ખાસ છે મા-દીકરીના આ લૂકમાં-

નીતા અંબાણી બ્રાઉન કલરના લૂઝ ફિટિંગ સૂટમાં જોવા મળી રહ્યા છે અને તેમણે ફૂલ સ્લીવ્ઝ કૂર્તો પહેર્યો હતો, જે એન્કલ લેન્થ સુધીનો હતો. આ કૂર્તા સાથે નીતાએ લૂઝ ફિટિંગવાળો મેચિંગ પ્લાઝો પહેર્યો હતો, જે તેમના લૂકને વધુ કૂલ બનાવી રહ્યો હતો. આ સલવાર સૂટ સાથે તેમણે પ્રિન્ટેડ દુપટ્ટો કેરી કર્યો હતો જેણે તેમના આ લૂકને ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું. સિમ્પલ લૂક અને મિનિમલ જ્વેલરીમાં નીતા અંબાણીએ ખૂબ જ કૂલ લાગી રહ્યા હતા.

ઈશા અંબાણીની વાત કરીએ તો ઈશા અંબાણીએ ફ્લાવર પ્રિન્ટેડ ની લેન્થ ફ્રોક પહેર્યો હતો. આ આઉટફિટમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર અને સ્ટાઈલિશ લાગી રહી હતી. ખૂલા વાળ અને નાના ઈયરરિંગ્સ, તેમ જ હિલ્સ સાથે ઈશાએ નો મેકઅપ લૂક ફોલો કરીને કમ્પલિટ કર્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ ફોટો જૂનો હોવાનું લાગી રહ્યું છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો આ ફોટો…

આપણ વાંચો: I bet, નીતા અંબાણીને આ ભૂમિકામાં તમે ક્યારેય નહીં જોયા હોય!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button