ડીમ્ડ કન્વેયન્સ સર્ટિફિકેટ માટે OC હોવું ફરજિયાત નથીઃ હાઇ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો…
મુંબઈ: બાન્દ્રાની એક સોસાયટીના ડીમ્ડ કન્વેયન્સ સર્ટિફિકેટ મામલે હાઇ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. સોસાયટીનું ડીમ્ડ કન્વેયન્સ એટલે રદ કરવામાં આવ્યું હતું, કારણ કે તેની પાસે ઓક્યુપન્સી સર્ટિફિકેટ (ઓસી) નહોતું.
આ પણ વાંચો : મોદી, શાહનો નિર્ણય સ્વીકાર્ય: એકનાથ શિંદે
હાઈ કોર્ટે સોસાયટીને રાહત આપતી વખતે સ્પષ્ટતા કરી હતી કે સોસાયટીના પ્રમોટરની બંધારણીય ફરજોને પૂરી કરવામાં નિષ્ફળતા એ ફ્લેટ ખરીદદારોના મિલકત પર દાવો કરવાના અધિકારોને રોકી શકે નહીં.
મહારાષ્ટ્ર ઓનરશિપ ફ્લેટ્સ એક્ટ (એમઓએફએ)ની કલમ 11 (3) અનુસાર સોસાયટીએ ડીમ્ડ કન્વેયન્સ સર્ટિફિકેટ મેળવવા માટે રજિસ્ટ્રેશન ડીડ અને ઓસીની સાથે સંબંધિત દસ્તાવેજ જમા કરાવવાના હોય છે. તેનો અર્થ એ થાય છે કે ઓસી જમા કરાવવાનું ફરજિયાત હોતું નથી, એમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.
આ સિવાય ડીમ્ડ કન્વેયન્સ સર્ટિફિકેટ માટેની અરજી રદ કરવા પહેલા અધિકારીએ આવેદનમાં થયેલી ભૂલોના સંબંધમાં અરજદાર સોસાયટીને નોટિસ (ફોર્મ-૮) રજૂ કરવાનું જરૂરી હોય છે. આ કેસમાં સોસાયટીને નોટિસ આપવામાં આવી નહોતી, તેથી કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે સોસાયટીની અરજી દરેક માપદંડને પૂર્ણ કરે છે.
બાન્દ્રા પશ્ચિમમાં પાલી નાકા ક્ષેત્રની એએલજે રેસિડન્સી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીએ ૩૦મી જાન્યુઆરી, ૨૦૧૭ના ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી રજિસ્ટ્રારના આદેશને પડકાર્યો હતો જેમાં ડીમ્ડ કન્વેયન્સ સર્ટિફિકેટને રદ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : સીએસટી-મહાલક્ષ્મીની સોસાયટીમાં વાનરનો આતંક, બે જણને પહોંચાડી ઈજા
સંબંધિત ડેવલપર સોસાયટીને ઓનરશિપનો અધિકાર આપવા માટે બંધાયેલો હતો, પરંતુ ડેવલપરે પોતાની ફરજ નિભાવી નહોતી. તેથી સોસાયટીએ ડીમ્ડ કન્યેન્સ માટે ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી રજિસ્ટ્રાર પાસે અરજી કરી હતી, પરંતુ તેના તરફથી સોસાયટીની અરજીને રદ કરવામાં આવી હતી.