સ્પેશિયલ ફિચર્સ

ભીગે હોઠ તેરેઃ હોઠને ગુલાબી બનાવવાનો ઈલાજ તમારા ઘરમાં જ છે

ચહેરાને ખાસ લૂક આપે છે હોઠ. સુંદર હોઠ સુંદરતાનું પ્રતીક છે. વળી જે લોકો ચેઈનસ્મોકિંગ કરતા હોય તેમના હોઠ કાળા પડી જતા હોય છે, આથી જો હોઠ સાવ સૂકા ને કાળા હોય તો તમે સ્મોકિંગ ન કરતા હો તો પણ સ્મોકર હોવાની છાપ પડે છે. આથી હોઠને ગુલાબી કોમળ રાખવા જરૂરી છે. આ માટેના ઈલાજ છે અને તે તમારા ઘરમાં જ છે તો ચાલો તમને જણાવી દઈએ આ બે-ચાર નુસખા જેનાથી તમને ફાયદો થાય.

સૂગર લીપ બાલ્મઃ હોઠની ડાર્કનેસ દૂર કરવા માટે તમે ખાંડમાંથી લીપ સ્ક્રબ બનાવી શકો છો. આ લીપ સ્ક્રબ તમારા હોઠને ગુલાબી કરવાનું કામ કરે છે. આ માટે અડધી ચમચી મલાઇમાં અડધી ચમચી ખાંડ નાખો અને એક લીંબુનો રસ મિક્સ કરી દો. તો તૈયાર આ લીપ સ્ક્રબને હોઠ પર દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં લગાવો. આમ કરવાથી 10 દિવસમાં હોઠની ડાર્કનેસ ઓછી થઇ જશે અને ગુલાબી થવાનું શરૂ થશે.

રોઝ વૉટર મસાજઃ તમારા હોઠ કાળા થઇ ગયા છે તો દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં હોઠ પર 10 મિનિટ સુધી ગુલાબ જળથી મસાજ કરો. ગુલાબની પાંદડીથી પણ મસાજ કરી શકો છો. આ ગુલાબ જળમાં તમે કેસર મિક્સ કરીને પણ હોઠ પર એપ્લાય કરી શકો છો.

ટૂથબ્રશ મસાજ: જાણીને નવું લાગશે પણ અજમાવજો. તમે જ્યારે સવારમાં બ્રશ કરો ત્યારે ટૂથબ્રશ ફેરવવાની આદત પાડો. ટૂથબ્રશની મદદથી તમે હોઠને ગુલાબી કરી શકો છો. આ માટે ટૂથબ્રશ લો અને હળવા હાથે હોઠ પર ઘસો.

હની વિથ કોકોનટ ઓઈલઃ એક ચમચી મધ લો અને એમાં એક ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે રાત્રે ઊંઘતા પહેલાં હોઠ પર લગાવો અને 5 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ સવારમાં પાણીથી ધોઇ લો. મધ અને નારિયેળ તેલ તમારા હોઠની ડાર્કનેસ ઓછુ કરવાનું કામ કરે છે.

ઉપરના તમામ પ્રયોગો તમારા નિષ્ણાત તબીબની સલાહ બાદ જ અમલમાં મૂકવા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની જેમ બોલીવુડના આ ભાઈ બહેન વચ્ચે પણ છે દરાર… તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી…