આપણું ગુજરાત

આવતીકાલે વડોદરા-અમદાવાદ વચ્ચે દોડતી આટલી ટ્રેન રદ, આ ટ્રેનોને અસર

અમદાવાદ વડોદરા વચ્ચે ટ્રેન દ્વારા અપ-ડાઉન કરતા હજારો પ્રવાસીઓ માટે કાલનો એક દિવસ હાલાકીનો રહશે. રેલવેના ચાલી રહેલા કામકાજને લીધે ચાર ટ્રેન સંપૂર્ણપણે રદ થશે અને એક ટ્રેન આશિંક રીત રદ થશે. રેલવેના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના કનીજ યાર્ડમાં ફુટ ઓવર બ્રિજ લોન્ચિંગ માટે બ્લોક લેવાના કારણે 11 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છેઃ

11 ઓક્ટોબર 2023 પૂર્ણ રદ્દ ટ્રેનો

  1. ટ્રેન નંબર09233 વડોદરા અમદાવાદ મેમૂ
  2. ટ્રેન નંબર19035 વડોદરા અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ
  3. ટ્રેન નંબર09312 અમદાવાદવડોદરા મેમૂ
  4. ટ્રેન નંબર19036 અમદાવાદવડોદરાઈન્ટરસિટી એક્સપ્રેસ

    11 ઓક્ટોબર 2023 આંશિક રદ્દ ટ્રેન

    ⦁ 11 ઓક્ટોબર2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલતી ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આશિંક રદ્દ રહેશે.

    રેગ્યુલેટ થનારી ટ્રેનો :-

    ⦁ 10 ઓક્ટોબર 2023 ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ 2 કલાક 40 મિનિટ રેગ્યુલેટ થશે.

    ⦁ 9 ઓક્ટોબર2023 ના રોજગુવાહાટીથી ચાલતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી ઓખા એક્સપ્રેસ 2 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.

    ⦁ 11 ઓક્ટોબર2023 ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 16533 જોધપુર કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ એક કલાક રેગ્યુલેટ થશે.

    ⦁ 09 ઓક્ટોબર2023 ના રોજ જામનગરથી ચાલતી ટ્રેન નંબર 12477 જામનગર શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 35 મિનિટ રેગ્યુલેટ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button