ઈન્ટરવલ

રમુજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

ચૂંટણી જીતી જઈશ એવો વિશ્ર્વાસ છે, છતાંય ઘરવાળા મને ચૂંટણી લડવા દેતા નથી.

Also Read – અશ્ર્વત્થામા જેવા શાસકોને લીધે વિશ્ર્વ અણુયુદ્ધના ઉંબરે?

  • પહેલાં ઘરમાં મતદાન કરી જુઓ. પછી સમજાઈ જશે…
    દુ:શાસનનું કેવું શાસન હતું?
  • આજની સદી જેવું – દુર્ગુણ વત્તા દુર્વ્યવહારનું કુશાસન…
    ભાજીમૂળા શબ્દથી અપમાનિત વ્યક્તિને સમ્માનિત કરવા શું કહેવું?
  • તમે સૂકામેવા જેવા છો…એમ કહેવું …
    શિયાળાની સવારે શું કરવું જોઈએ?
  • આવા વાહિયત સવાલ પૂછવા માટે વહેલા ના ઊઠવું…
    પાકને ખરીદવા ટેકાના ભાવ સરકાર જાહેર કરે છે એમ પાટલીબદલુઓના ભાવ કેમ જાહેર કરતી નથી?
  • પક્ષની લાચારસંહિતા નડે છે…
    નેતા નેગેટિવ પબ્લિસિટી મળે તોય કેમ વિચલિત થતાં નથી?
  • મફત મળતું હોય એ મેળવવાની નીતિ- વૃત્તિ…
    કશું માગવા માટે હાથ કેમ લાંબો કરવો પડે?
  • બે પગથી પગે લાગી શકાતું નથી માટે…
    પ્રિય પડોશણ લિફ્ટમાં એકલી મળી જાય તો?
  • ‘એક દૂજે કે લિયે’ ફિલ્મનો સિન ભજવવાની બેવકૂફી ના કરવી…
    પ્રેમમાં રિસામણા -મનામણાં ઉપરાંત શું શીખવું જોઈએ?
  • ક્યારેક વામણાં થતાં પણ બનતાં શીખવું
    પહેલાં ક્ધયા વરની ચૂંદડી ઓઢવી પસંદ કરતી…હવે ?
  • આજની ક્ધયા ચૂંદડી-ચોખાના બદલે બેંક કાર્ડ- કાર પસંદ કરે છે.
    મેરેજ રિસેપ્શનમાં સ્ટેજ પર નવદંપતી હોય, પણ ઓફિસમાં રિસેપ્શન કાઉન્ટર પર માત્ર યુવતી ?.
  • યુવતીને સજોડે કામ કરવા દેવાનો ચાંલ્લો કંપનીવાળાને પોષાય નહીં….
    પહેલાં ભગવાન રામના નામે પથરા તરતા હતા. હવે ?
  • આજેય રામના નામે પોલિટિશિયનો પથ્થર તરાવે જ છેને ?!
    દુનિયા દોરંગી છે, સપ્તરંગી છે, નવરંગી છે. સાચું શું?
  • જીવન હકીકતમાં મનરંગી છે…
    તળાવમાં મગર સાથે દોસ્તી કરવી સારી કે દુશ્મની?
  • એ તમારા કરતાં મગર પર વધુ આધાર છે…
    જમાનો ભણેલાંનો છે કે ગણેલાંનો?
  • ભણાવનારનો..અલબતા, ઉંઠા !

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button