ઈન્ટરવલવેપાર

SEBIની દરમિયાનગીરી બાદ C2C એડવાન્સનું લિસ્ટિંગ મોકૂફ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: આ વર્ષે સૌથી મોટો ઓસએમઇ આઇપીઓ રજૂ કરનાર સીટુસી એડવાન્સ સિસ્ટમ્સે બજાર નિયમનકાર સેબીના હસ્તક્ષેપને પગલે તેનું લિસ્ટિંગ મુલતવી રાખ્યું છે. કંપનીએ રોકાણકારોને આ આઇપીઓમાંથી અરજી પાછી ખેંચવાનો વિકલ્પ પણ આપ્યો છે. સેબી તરફથી મળેલી સૂચનાના આધારે, એન્કર રોકાણકારો સિવાયના તમામ રોકાણકારો પાસે ૨૬ નવેમ્બરથી ૨૮ નવેમ્બર દરમિયાન, તમામ શ્રેણીઓ માટે સીટુસી એડવાન્સ્ડ સિસ્ટમ્સના ચાલુ એસએમઇ આઇપીઓ માટે તેમની બિડ પાછી ખેંચી લેવાનો વિકલ્પ હશે, એમ કંપનીએ જણાવ્યું છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ સોમવારે એસએમઇ સેગમેન્ટમાં સીટુસી એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા શેરનું નિકટવર્તી લિસ્ટિંગ મુલતવી રાખ્યું છે. તેની કાર્યવાહી ચોક્કસ રોકાણકારોની ફરિયાદ પર આધારિત હોવાનું જાણવા મળ્યું છે. સીટુસી એડવાન્સ્ડ સિસ્ટમ્સ વિવિધ ઉત્પાદનો, વ્યાવસાયિક સેવાઓ અને પ્રોડક્ટ એન્જિનિયરિંગ સોલ્યુશન્સની શ્રેણી પૂરી પાડે છે.


Also read: અમેરિકાના આરોપો Adani એ ફગાવતા જ કંપનીના શેરમાં આવ્યો આટલો ઉછાળો


માર્કેટ રેગ્યુલેટરે કંપનીને સ્વતંત્ર ઓડિટરની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો અને આ બાબતે સ્વતંત્ર ઓડિટરનો રિપોર્ટ ન મળે ત્યાં સુધી લિસ્ટિંગ મુલતવી રાખવા જણાવ્યું હતું. સેબીએ જણાવ્યું હતું કે આઇપીઓમાં સહભાગ લેનારા રોકાણકારો પાસે તેમના ભંડોળ સામે રિફંડ મેળવવાનો વિકલ્પ હશે. આ કંપનીનો શેર ૨૯ નવેમ્બરના રોજ એસએણઇ સેગમેન્ટમાં યાદીબદ્ધ થવાનો હતો. આ મહિને એક અલગ બાબતમાં, સેબીએ ચોક્કસ રોકાણકારોની ફરિયાદોને આધારે ઓટોમોટિવ ડિજિટલ સોલ્યુશન્સ અને ડિસ્ટ્રિબ્યુશન સર્વિસ પ્રોવાઈડર રોઝમેર્ટા ડિજિટલ સર્વિસિસના આઇપીઓને અટકાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button