મનોરંજન

સિંઘમ અગેન અને ભુલ ભુલૈયા ૩ને પાછળ મૂકી આ ફિલ્મે કરી 200 કરોડની કમાણી કરી

આ દિવાળીએ એક જ દિવસે રિલીઝ થયેલી બે મોટી ફિલ્મો ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભુલૈયા ૩’એ ફિલ્મ જગતમાં દબદબો જમાવ્યો હતો. આ બંને ફિલ્મો વચ્ચે સ્પર્ધા હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ૨૫૦ કરોડથી વધુની કમાણી કરી હતી. પરંતુ આ બંને ફિલ્મો વચ્ચે રીલિઝ થયેલી સાઉથની એક ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ચમકી હતી.

આ ફિલ્મની હિન્દી બેલ્ટમાં એટલી ચર્ચા ન હતી, પણ આ ફિલ્મે રૂ. ૨૦૦ કરોડથી વધુની કમાણી કરી નાખી છે અને સાતે સાથે તે એક ખૂબ જ ઉત્કૃષ્ટ ફિલ્મ તરીકે પણ ઊભરી આવી છે. આ ફિલ્મનું નામ અમરન છે. તેને આઇએમડીબી પર ૮.૫ રેટિંગ મળ્યું છે. આ ફિલ્મ 31 ઑક્ટોબરે રિલિઝ થઈ હતી.

‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ ૧ નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો રિલીઝ પહેલા જ ચર્ચામાં રહી હતી. પરંતુ આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર લડતી રહી અને આ દરમિયાન શિવકાર્તિકેયન અને સાઈ પલ્લવી અભિનીત ફિલ્મ ‘અમરન’ (Amaran) ચુપચાપ રીલિઝ થઈ અને ચમત્કાર કરી ગઈ, તેમ નિષ્ણાતોનું માનવાનું છે. આ ફિલ્મે તેની રિલીઝના ૨૬ માં દિવસે ૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યાર સુધી આ ફિલ્મનું કલેક્શન ૨૦૮.૫૦ કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે.

Also Read – ભારત પછી ચીનમાં તમિલ ફિલ્મ ‘મહારાજા’ ધમાલ મચાવશે…

આ તમીળ ફિલ્મની વાર્તા એક સૈનિકની છે જે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત છે અને પાકિસ્તાન વિરુદ્ધ એક મિશનનું નેતૃત્વ કરે છે. આ વાર્તા મેજર મુકુંદના જીવન પર આધારિત છે. સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મ હવે ઓટીટી રિલીઝની તૈયારી કરી રહી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ શકે છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button