નેશનલસ્પોર્ટસ

સ્ટાર રેસલર Bajrang Punia પર ચાર વર્ષનો પ્રતિબંધ લદાયો, જાણો કારણ

નવી દિલ્હી : ભારતીય રેસલર બજરંગ પુનિયાની(Bajrang Punia)મુસીબતમાં વધારો થયો છે. ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા સામે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી NADA)એ કડક કાર્યવાહી કરી હતી. જેમાં નાડાએ બજરંગ પુનિયા પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધનું કારણ એન્ટી ડોપિંગ કોડનું ઉલ્લંઘન છે. બજરંગ પુનિયાની એક ખેલાડી તરીકે તેની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. કારણ કે હવે તે પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોચિંગ પણ નહી આપી શકે.

10 માર્ચે ડોપ ટેસ્ટ માટે નમૂના સબમિટ કરવાનો ઇનકાર કર્યો હતો

જેમાં નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ 26 નવેમ્બરે બજરંગ પુનિયા પર રાષ્ટ્રીય ટીમ માટે પસંદગીની પ્રક્રિયા દરમિયાન 10 માર્ચે ડોપ ટેસ્ટ માટે નમૂના સબમિટ કરવાનો ઇનકાર કરવા બદલ ચાર વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ અગાઉ
નાડાએ ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા પર 23 એપ્રિલે આ ગુના માટે પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર બાદ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો.


Also read: Constitution Day: પીએમ મોદીએ કહ્યું બંધારણ જીવંત, દેશના વિકાસમાં માર્ગદર્શક…


બજરંગ પુનિયા કોચિંગ નહિ આપી શકે

બજરંગ પુનિયાના સંદર્ભમાં, ADDPએ તેના આદેશમાં કહ્યું – પેનલનું માનવું છે કે એથ્લેટ કલમ 10.3.1 હેઠળ પ્રતિબંધો માટે જવાબદાર છે અને તેને 4 વર્ષના સમયગાળા માટે અયોગ્ય જાહેર કરવામાં આવે છે. આ પ્રતિબંધનો અર્થ એ છે કે બજરંગ સ્પર્ધાત્મક કુસ્તીમાં પાછા ફરી શકશે નહીં અને જો તે ઇચ્છે તો વિદેશમાં કોચિંગની નોકરી માટે અરજી કરી શકશે નહીં. પેનલે કહ્યું કે બજરંગ પર 4 વર્ષનો પ્રતિબંધ 23.04.2024થી અમલમાં આવશે.

પ્રતિબંધ માટે બ્રિજ ભૂષણ જવાબદાર

બજરંગે શરૂઆતથી જ કહ્યું છે કે WFIના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાને કારણે, ડોપિંગ નિયંત્રણના સંબંધમાં તેમની સાથે અત્યંત પક્ષપાતી અને અન્યાયી વર્તન કરવામાં આવ્યું છે.બજરંગે એમ પણ કહ્યું હતું કે તેણે ક્યારેય સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો નથી. પરંતુ માત્ર તેના ઈમેલ પર NADA નો જવાબ માંગ્યો હતો જેમાં તેણે ડિસેમ્બર 2023માં તેના સેમ્પલ લેવા માટે એક્સપાયર્ડ કિટ કેમ મોકલવામાં આવી તે અંગે જવાબ માંગ્યો હતો. જોકે, બાદમાં નાડાએ પણ આ પાછળનું કારણ સમજાવ્યું. તેમને કહ્યું હતું કે ડોપ વિશ્લેષણ માટે તેમને પેશાબના નમૂના આપવા જરૂરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button