…તો 30 નવેમ્બર બાદ મોબાઇલ પર OTP આવવાનો થઇ શકે છે બંધ, જાણો વિગતે
નવી દિલ્હી : ટ્રાઈના( TRAI)નવા નિયમોને કારણે લાખો ભારતીય મોબાઈલ યુઝર્સને ઓટીપી(OTP)એટલે કે વન ટાઈમ પાસવર્ડ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેમાં એરટેલ,, વોડાફોન-આઇડિયા અને રિલાયન્સ જિયો જેવી ટેલિકોમ કંપની પાસે ટ્રાઇના નવા નિયમો લાગુ કરવા માટે 1 ડિસેમ્બર 2024 સુધીનો સમય છે. મોબાઈલમાં ઓટીપી સામાન્ય રીતે યુઝર્સની ઓળખ અને ખરાઈ કરવા માટે વાપરવામાં આવે છે.
આ નિયમ શા માટે લાવવામાં આવ્યો?
આ નવા નિયમોનો હેતુ નકલી OTP અને અન્ય ફ્રોડ સંદેશાઓને રોકવાનો છે. ટેલિકોમ ઓપરેટરોએ મેસેજનો સોર્સ ટ્રેસ કરવો પડશે. જેથી તેઓ ફેક મેસેજને બ્લોક કરી શકે અને યુઝર્સને સુરક્ષિત કરી શકે. જો ટેલિકોમ ઓપરેટર્સ સમયસર આ નિયમોનો અમલ કરવામાં સક્ષમ ન હોય તો OTP મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. બેંકિંગ, ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયા જેવી સેવાઓમાંથી OTP પ્રાપ્ત કરવામાં વિલંબ થઈ શકે છે અથવા સંપૂર્ણપણે બંધ પણ થઈ શકે છે.
Also read: તમને પણ સતાવે છે Slow Internet ની સમસ્યા? મોબાઈલમાં ઓન કરી લો આ એક સેટિંગ અને…
ટ્રાઈની યોજના
આને રોકવા માટે ટ્રાઈએ નિયમોને ધીમે-ધીમે લાગુ કરવાની યોજના બનાવી છે. 30 નવેમ્બર સુધીમાં ઓપરેટરો તે કંપનીઓને ચેતવણી આપશે જે નિયમોનું પાલન નથી કરી રહી. આ પછી 1 ડિસેમ્બરથી આવા મેસેજ બ્લોક થઈ જશે.
Also read: આ રીતે ચોરી-છૂપીને વાંચી શકશો લોકોના મેસેજ, કોઈને ખબર પણ નહીં પડે…Also read:
યુઝર્સે આ વસ્તુઓનુ ધ્યાન રાખવું
- ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન એક્ટિવ કરો -આ ઓનલાઈન એકાઉન્ટ્સની સુરક્ષામાં વધારો કરશે.
- ફિશિંગ હુમલાઓથી સાવચેત રહો – શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરશો નહીં અને અજાણી એપ્સ ડાઉનલોડ કરશો નહીં.
- ડિવાઇસ સુરક્ષિત રાખો – મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો. સોફ્ટવેરને નિયમિતપણે અપડેટ કરો.