આપણું ગુજરાતગાંધીનગર

ગુજરાતમાં POCSO ના ગુનામાં ઝીરો ટોલરન્સની નીતિ, ત્રણ વર્ષમાં 609 આરોપીઓને સજા…

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં પોક્સોના(POCSO)ગુનાઓમાં 609 આરોપીઓને સજા થવા પામી છે. રાજ્યની પોલીસે આવા ગુનાઓમાં સંવેદનશીલતા દાખવીને ઝડપથી તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરીને અદાલતમાં મજબૂત કેસ રજૂ કરીને દોષિતોને કડક સજા થાય તેની ખાતરી કરવામાં આવી છે.આ સફળતા માટે ગુજરાત પોલીસ દ્વારા 413 કેસમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલા પોલીસ સહિત 1345 પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂપિયા 12,64,630 નું ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઇનામોથી પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન મળશે અને તેઓ ભવિષ્યમાં પણ વધુ સમર્પણભાવે કામ કરશે.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતના ગીર-સોમનાથના તાલાલામાં Earthquake નો આંચકો, 3.2ની તીવ્રતા નોંધાઈ

વિકાસ સહાયે પોલીસ કર્મીઓની સરાહના કરી

POCSOના ગુનામાં ખૂબ સંવેદના સાથે દિવસ-રાત એક કરીને આરોપીઓને પકડી સમગ્ર કેસમાં ઝીણવટભરી તપાસ કરીને વૈજ્ઞાનિક સહિતના મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરી આરોપીઓને ફાંસી સુધીની મહત્તમ સજા કરાવનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તેમની કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો : ગાંધીનગરના જુના સચિવાલયમાં લાગી આગ, દસ્તાવેજો અને કમ્પ્યુટર્સ બળીને ખાખ

દુષ્કર્મના ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ

ગુજરાત પોલીસ બાળકો અને સગીર દિકરીઓની સુરક્ષાને વિશેષ પ્રાથમિકતા આપે છે. રાજ્યમાં બાળકો અને સગીર દિકરીઓ સામે થતાં અત્યાચાર તેમજ દુષ્કર્મના ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે ત્યારે આવા ગુનાઓ આચરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમને મહત્તમ સજા કરાવી ભોગ બનનારના પરિવરજનોને ઝડપી ન્યાય મળે તે પ્રકારે ગુજરાત પોલીસ કાર્ય કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button