આપણું ગુજરાતરાજકોટ

Rajkot માં સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો કરનાર પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ…

રાજકોટ : ગુજરાતના રાજકોટમાં(Rajkot Sardardham)25 નવેમ્બરના રોજ  પૂર્વે કોર્પોરેટર અને ઉદ્યોગપતિ જયંતિ સરધારા પર  પીઆઇ  સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં  જયંતિ સરધારાને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જેના પગલે હવે પાટીદાર સમાજની બે મુખ્ય સંસ્થાઓ ખોડલધામ
કાગવડ અને સરદારધામ વચ્ચેનો કથિત વિવાદ વકર્યો છે.

આ પણ વાંચો : વલસાડમાં 19 વર્ષની વિદ્યાર્થિનીના રેપ-હત્યાનો કિસ્સોઃ આરોપી નીકળ્યો સિરિયલ કિલર

પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ કરી

જેમાં મવડી કણકોટ રોડ પર આવેલા પાર્ટી પ્લોટ નજીક આ હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ  આ હુમલો ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઇ સંજય પાદરિયાએ કર્યાનો આરોપ કરાયો છે. જયંતી સરધારાએ પીઆઇ સંજય પાદરિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમજ પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ કરી  છે.

સમાજના અગ્રણીઓ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ પાટીદાર અગ્રણી પર હુમલો કરનાર પીઆઇ સંજય પાદરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ ગઈ છે. નોંધનીય છે કે, પીઆઇ સંજય પાદરિયા જૂનાગઢમાં પોતાની ફરજ બજાવે છે.આ  હુમલાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે સમાજ સાથે ગદ્દારી કરી કહી હુમલો કરી ઉશ્કેર્યાનો અને ત્યાર બાદ મુક્કા
માર્યાનો આરોપ જયંતિ સરધારાએ  લગાવ્યો છે. સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યા? એવું કહીને હુમલો કર્યાનો પીઆઇ સંજય પાદરિયા પર ગંભીર આરોપ લગાવાયો છે. ત્યારબાદ સમાજના અગ્રણીઓ વચ્ચે પડતા સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો : મોરબીના માણેકવાડા અને માળીયા ગામેથી બંદૂક અને તમંચા સાથે 2 જણ ઝડપાયા

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઈશારે હુમલાનો  આક્ષેપ

જ્યારે આ સમગ્ર મામલે હુમલામાં ઘાયલ થયેલા જયંતીભાઈ સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઈશારે હુમલો કરાયા હોવાનો આક્ષેપ કરાતા મામલો વધુ ગરમાયો છે. તો બીજી તરફ ઘટના બન્યાના 10 કલાક બાદ હવે ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કહેવાયું છે કે આવી બાબતમાં નરેશ પટેલનું નામ લેવું વાજબી નથી. આ સમગ્ર મામલે એક તરફ સામાસામા આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ જયંતીભાઈ સરધારા પર હુમલો કરનાર પીઆઇ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button