ભારતના ચેસ ખેલાડી D. Gukesh ચીનના વર્લ્ડ ચૅમ્પિયનને ગેમ ડ્રૉમાં લઈ જવાની ફરજ પાડી
વિશ્વ વિજેતા બનનાર ખેલાડીને 21 કરોડ રૂપિયાનું ઇનામ મળશે
સિંગાપોરઃ ભારતના ટીનેજ ચેસ-સ્ટાર ડી. ગુકેશે અહીં મંગળવારે ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેન સામેની ગેમ ડ્રૉ કરાવી હતી. ગુકેશે કાળા મ્હોરાથી રમવા છતાં લિરેનને જોરદાર ટક્કર આપી હતી અને 23મી ચાલ બાદ છેવટે લિરેન ગેમ ડ્રૉ જાહેર કરવા સંમત થયો હતો. સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપ શરૂ થઈ છે જેની પ્રથમ ગેમમાં ગુકેશનો લિરેન સામે પરાજય થયો હતો, પણ બીજી ગેમમાં ગુકેશે કમબૅક કરીને લિરેનને નહોતો જીતવા દીધો.
આ ચૅમ્પિયનશિપમાં બેમાંથી જે પ્લેયર 7.5 પૉઇન્ટ પર સૌથી પહેલાં પહોંચી જશે એ વિશ્વ વિજેતા ઘોષિત થશે.
લિરેનના 1.5 અને ગુકેશના 0.5 પોઇન્ટ છે. વર્લ્ડ ચૅમ્પિયન બનનાર ખેલાડીને ચેસની સર્વોચ્ચ સંસ્થા તરફથી પચીસ લાખ ડૉલર (21.07 કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ મળશે.
Also read: ડી. ગુકેશ… ભારતનો નવો ચેસ-નરેશ
ગુકેશ પચીસ વર્ષનો છે. વિશ્વ વિજેતાપદ માટે વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયનને પડકારનાર તે સૌથી યુવાન ખેલાડી છે. તે આ ચૅમ્પિયનશિપ જીતશે તો વિશ્વનાથન આનંદ બાદ ભારતનો પહેલો વિશ્વ વિજેતા કહેવાશે. આનંદ પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. 138 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એશિયાના બે પ્લેયર વિશ્વ વિજેતાપદ માટે લડી રહ્યા છે.