મધ્ય પ્રદેશના મુરૈનામાં વિસ્ફોટઃ 3 મકાન ધરાશાયી, 4 મહિલાનાં મોત
મુરૈનાઃ મધ્ય પ્રદેશના મુરૈના શહેરમાં એક મકાનમાં જોરદાર વિસ્ફોટ થતાં ત્રણ મકાનો ધરાશાયી થતાં ચાર મહિલાઓનાં મોત થયાં અને પાંચ અન્ય ઘાયલ થયાં હતા. જોકે, આ વિસ્ફોટ કઈ રીતે થયો એનું ખૂદ પોલીસ પ્રશાસન આશ્ચર્ય થયું છે.
પોલીસ અધિક્ષક સમીર સૌરભે કહ્યું હતું કે આ ઘટના શહેરના રાઠોડ કોલોની વિસ્તારમાં મધ્યરાત્રિની આસપાસ બની હતી. તેમણે કહ્યું કે મૃતકોમાંથી એક મહિલાનો મૃતદેહ કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: લંડનમાં અમેરિકન દૂતાવાસ બહાર વિસ્ફોટ, પોલીસે કરી ઘેરાબંધી…
વિસ્ફોટમાં વાસુદેવ રાઠોડનું ઘર ધરાશાયી થયું અને તેમની 28 વર્ષની પુત્રવધૂનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું હતું કે કાટમાળ હટાવતી વખતે ઘરમાં એલપીજી સિલિન્ડર અકબંધ જોવા મળ્યા હતા, તેથી સંભવ છે કે વિસ્ફોટ બારૂદના કારણે થયો હોઇ શકે છે.
આ પણ વાંચો: ગઢચિરોલીમાં પ્લાન્ટ કરેલાં બે આઇઇડી જપ્ત કરવા જતાં એકમાં વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં…
સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભૂપેન્દ્ર સિંહ કુશવાહે કહ્યું કે વિસ્ફોટ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેમણે કહ્યું કે ફોરેન્સિક લેબની ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વિસ્ફોટ ગનપાઉડરથી થયો હતો કે ગેસ સિલિન્ડરથી. મુરૈના જિલ્લા હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું કે ઘાયલ લોકોને વધુ સારવાર માટે ગ્વાલિયર મોકલવામાં આવ્યા છે.