સ્વચ્છતા ઝુંબેશઃ મધ્ય રેલવેમાં રેલવે ટ્રેક પરથી ૧૨૦ ટન કચરો ભેગો કરાયો…
મુંબઈ: ઓક્ટોબર મહિનામાં મધ્ય રેલવેના રેલવે ટ્રેક પરથી ૧૨૦ ટન કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરીને સફાઇ કરવામાં આવી હતી. આ ઝુંબેશ હાથ ધરીને ૪૬૧.૭ કિલોમીટર લાંબા રેલવે ટ્રેક અને નાળાની ૧૧૬ કિલોમીટર સુધીની સાફસફાઇ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મિલકત વેરો ના ભરનાર 3,605 મિલકતધારકો સામે બીએમસીની કાર્યવાહી, મોકલી નોટિસ
રેલવે ટ્રેક પાસેના રહેઠાણોમાંથી નાગરિકો દ્વારા નાખવામાં આવતો કચરો ગંભીર સમસ્યા છે. રેલવે ટ્રેક પર કચરો જમા થતા ટ્રેક સર્ટિફિકેટ પર ટેક્નિકલ ખામી સર્જાતી હોય છે અને તેને કારણે સિગ્નલ સિસ્ટમ ખરાબ થતી હોય છે.
ટ્રેક ક્રોસિંગ અને કચરાની સમસ્યાના નિવારણ માટે મધ્ય રેલવેએ સુરક્ષા દીવાલ અને લોખંડની ફેન્સિંગ બનાવવાની શરૂઆત કરી છે. મધ્ય રેલવેએ મુંબઈ ડિવિઝનમાં આવી ૧૦૦ જગ્યાઓ નક્કી કરી છે જ્યાં ટ્રેક ક્રોસિંગ અને ટ્રેક પર કચરો નાખવાની સૌથી વધુ ઘટના બનતી હોય છે.
આ પણ વાંચો : આજે મુંબઈ હુમલાની વરસી, 26/11નો કાળો દિવસ ભૂલી શકાય તેમ નથી
સ્વચ્છતા ઝુંબેશ હેઠળ પંદર દિવસમાં ૯.૯૮ ટન પ્લાસ્ટિક કચરો ભેગો કરવામાં આવ્યો હતો. ૧૦૯.૯૭ ટન કચરો ભેગો કરીને તેનો નિકાલ લાવવામાં આવ્યો હતો. ૪૬૧.૭ કિલોમીટરના ટ્રેક સ્વચ્છ કરવામાં આવ્યા હતા. ૧૧૬ કિલોમીટરના નાળાની સફાઇ કરવામાં આવી હતી.