RBI ગવર્નર શક્તિકાંતા દાસ હોસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવાની તકલીફ
ચેન્નઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસ(RBI Governor Shaktikanta Das) ને ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો છાતીમાં દુખાવાની તકલીફ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં, ઓ હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે જેઓ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે.
RBIના અધિકારીએ આપી જાણકારી:
ગવર્નર શક્તિકાંતા દાસની તબિયતને અંગે RBIના અધિકારીએ જાણકારી આપી કે તેઓ હવે ઠીક છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આરબીઆઈ ટૂંક સમયમાં આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરશે. મેડિકલ બુલેટિન પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
RBI પ્રવક્તાએ જણાવ્યું કે ગવર્નર શક્તિકાંતા દાસને ગેસની ફરિયાદના કારણે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને 2-3 કલાકમાં રજા આપવામાં આવશે, ગભરાવાની જરૂર નથી.
હોસ્પિટલે પણ કહ્યું કે ઈમરજન્સી જેવી કોઈ સ્થિતિ નથી. આરબીઆઈ ટૂંક સમયમાં ગવર્નરના સ્વાસ્થ્યને અંગે સત્તાવાર નિવેદન જાહેર કરશે.
આ તારીખે કાર્યકાળ સમાપ્ત થશે:
RBI ગવર્નર તરીકે શક્તિકાંતા દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બર, 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. અહેવાલ મુજબ કે સરકાર સતત બીજી વખત તેમના કાર્યકાળને આગળ વધારી શકે છે. જો આમ થશે તો શક્તિકાંતા દાસ 1960 પછી ઈતિહાસ સૌથી લાંબા સમય સુધી ગર્વરનર પદ પર રહેવાનો રેકોર્ડ બનાવશે.
આ પણ વાંચો…વાયાકોમ ૧૮ની રિસ્ટ્રકચરિંગ સ્કીમને એનસીએલટીની લીલી ઝંડી
શક્તિકાંતા દાસને ડિસેમ્બર 2018 માં ભૂતપૂર્વ RBI ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામા પછી ગવર્નર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.