આપણું ગુજરાત

સાવજોના ઘર ગીરનારનું જંગલ થતું જાય છે નાનુંઃ માનવ વસાહતો વધ્યાનો અહેવાલ

જુનાગઢ: આસ્થા અને પવિત્રતાનું પ્રતિક ગિરનારમાં અને તેની આસપાસના ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાં છેલ્લા બે દાયકાના ગાળામાં મુખ્ય મંદિર વિસ્તારમાં અથવા તેની નજીક વસાહતોમાં વધારો થયો છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ગાઢ જંગલનો મોટો વિસ્તાર ખુલ્લા જંગલમાં ફેરવાઈ ગયો છે. સેપ્ટ (CEPT) યુનિવર્સિટી દ્વારા જીઓસ્પેશિયલ વિઝ્યુલાઇઝેશન એન્ડ અર્થ ઓબ્ઝવેર્શનના ડેટાના કરાયેલા વિશ્લેષણમાં આ સામે આવી છે.

Drastic reduction in forest area around Girnar

બે દાયકાનો અભ્યાસ

CEPT યુનિવર્સિટીમાં ટેક્નોલોજી ફેકલ્ટીમાંથી જીઓમેટિક્સમાં M.tech કરનાર શ્રદ્ધા શેંદે દ્વારા આ વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તેમણે 2000થી 2010 અને 2011થી 2020 એમ બે દાયકાના સમયગાળાનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. શ્રધ્ધા શેંદે દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં બહુ આયામી લેન્ડસેટ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં બહાર આવ્યું છે કે 2000ના વર્ષમાં જંગલનો વિસ્તાર 171.64 ચોરસ કિમી હતો જે ઘટીને 2010માં 167.44 ચોરસ કિ.મી થઈ ગયો હતો. જેમાં આગળ 2020 સુધીમાં વધુ ઘટાડો નોંધાયો છે અને તેનો વિસ્તાર 149.97 ચોરસ કિમી થઈ ગયો હતો.

Also Read – National Milk Day: દૂધ ઉત્પાદનમાં ગુજરાત ચોથા સ્થાને! AMULએ સર્જી શ્વેત ક્રાંતિ

જંગલ વિસ્તારમાં થયો ધરખમ ઘટાડો

વર્ષ 2000માં જે કુલ જંગલ વિસ્તાર 94 ટકા હતો, તે બીજા દાયકાના અંત સુધી એટલે કે 2020માં ઘટીને 83 ટકા થઈ ગયો છે. આ અભ્યાસમાં ગિરનાર વન્યજીવ અભયારણ્યના 182 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. આઆરક્ષિત વિસ્તારની અંદર એક ગામનો પણ સમાવેશ થાય છે, જેની અંદાજિત 55 વસ્તી છે.

માનવ વસાહતમાં વધારો

શ્રદ્ધા શેંદેએ જણાવ્યું હતું કે “આ વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલા વિશ્લેષણના પરિણામો અનુસાર વર્ષ 2000 થી 2020 સુધીમાં મંદિર વિસ્તારમાં અથવા તેની નજીક વસાહતો અથવા ઇમારતોમાં વધારો થયો છે. ઉપરાંત, ગાઢ જંગલનો મોટો વિસ્તાર ખુલ્લા જંગલમાં પરિવર્તિત થયો છે જ્યારે ખુલ્લા જંગલમાંથી ગાઢ જંગલમાં ખૂબ જ ઓછો વધારો થયો છે.”

ગિરનાર અભયારણ્ય છે સૂકા પાનખર જંગલ

ગિરનાર અને તેની આસપાસનું આ જંગલમાં પાનખર અને કાંટાવાળા ઝાડીનો સમાવેશ થાય છે. પાનખર જંગલમાં પાનખરની ઋતુમાં તેમના પાંદડા ખરી જાય છે. કાંટાવાળી વનસ્પતિઓ સામાન્ય રીતે ઓછા પાણીની ઉપલબ્ધતા ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે. આ છોડમાં ઓછા પાંદડા હોય છે અને જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે આ છોડમાંથી જમીનનો વિસ્તાર દેખાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button