IPL Auction: અર્જુન તેંડુલકરને કોને ખરીદ્યો, 13 વર્ષનો ટેણિયો બન્યો કરોડપતિ!
નવી દિલ્હીઃ સાઉદી અરબના જેદ્દામાં ચાલી રહેલી આઈપીએલની મેગા ઑક્શનમાં અર્જુન તેંડુલકર અનસોલ્ડ રહ્યો હતો. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સે પણ તેના પર બોલી લગાવી નહોતી. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની બેસ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી, પરંતુ અંતિમ રાઉન્ડમાં અર્જુન પર કોઈપણ ફ્રેન્ચાઇઝીએ દાવ લગાવ્યો નહોતો. જેના કારણે તે અનસૉલ્ડ રકહ્યો હતો. ગત વર્ષે અર્જુન તેંડુલકર મુંબઈની ટીમમાં હતો.
આ પણ વાંચો : આઈપીએલ ઑકશનમાં આ બે ગુજરાતી ખેલાડીને મળી તગડી રકમ
વર્ષ 2021માં, અર્જુને મુંબઈ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણા સામે ડેબ્યુ કર્યું હતું. અર્જુન તેંડુલકર ડાબા હાથથી ઝડપી બોલિંગ કરે છે. અર્જુન આઈપીએલમાં અત્યાર સુધી માત્ર 5 મેચ રમ્યો છે જેમાં તે માત્ર ત્રણ જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આઈપીએલમાં ફ્લોપ શોના કારણે આ વખતે કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ અર્જુનને પોતાની ટીમમાં સામેલ કર્યો નથી. વર્ષ 2021 IPLની હરાજીમાં, મુંબઈ ઈન્ડિયન્સે તેને 20 લાખ રૂપિયાની બેસ પ્રાઇઝમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
અર્જુનનો ફર્સ્ટ ક્લાસમાં કેવો છે દેખાવ
અર્જુને 17 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 37 વિકેટ લીધી છે, જેમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 5/25 રહ્યું છે અને એવરેજ 33.51 રહી છે. લિસ્ટ A અને T20માં અર્જુન અનુક્રમે 21 અને 26 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.
13 વર્ષનો ટેણીયો બન્યો કરોડપતિ
IPL 2025ની હરાજીમાં સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી કરોડપતિ બની ગયો છે. 13 વર્ષના વૈભવને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. દિલ્હીએ પણ વૈભવ માટે બોલી લગાવી હતી. વૈભવની બેસ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી.