મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

‘કાંતારા -ચેપ્ટર ૧’ના ક્રૂ મેમ્બર્સને લઈ જતી બસ ઊંધી વળી, પણ…

ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર ૧’ના શૂટિંગ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. ફિલ્મના જુનિયર કલાકારોને લઈ જતી એક મિની બસને અકસ્માત નડ્યો હતો. અહેવાલ મુજબ, કાંતારાના જુનિયર કલાકારોને લઈ જતી બસ ઉડુપી જિલ્લામાં અકસ્માતનો ભોગ બની હતી. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે આ ફિલ્મની ક્રૂને લઈ જતી મિની બસ રવિવારે રાત્રે જડકલ નજીક પલટી ગઈ.

આ પણ વાંચો : મલ્લિકા શેરાવતે પોતાના બ્રેકઅપની વાત કરીને કહી મોટી વાત…

સમાચાર આવ્યા કે આ દુર્ઘટનામાં ૬ જુનિયર કલાકારો ગંભીર રીતે ઘાયલ થયા છે અને શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. જોકે, મેકર્સે આ વાતનો રદિયો આપ્યો હતો. આ ઘટના બની ત્યારે તેઓ મુદુર જડકલમાં શૂટિંગ પૂર્ણ કરીને કોલ્લુર પરત ફરી રહ્યા હતા. અકસ્માત સર્જાયો ત્યારે બસમાં ૨૦ જુનિયર કલાકાર સવાર હતા. ઘાયલોને જડકલ અને કુંડાપુરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. કોલ્લુર પોલીસ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રોડક્શન સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે, ‘આ સમાચારો તદ્દન ખોટા છે. ‘કાંતારા: ચેપ્ટર ૧’ ની ટીમે આજે સવારે ૬ વાગ્યે શૂટિંગ શરૂ કર્યું હતું અને બધું સામાન્ય રીતે ચાલી રહ્યું છે, શૂટિંગ સ્થળથી ૨૦ કિલોમીટર દૂર એક નાનો અકસ્માત થયો હતો, એક લોકલ બસ કાંતારા ટીમના કેટલાક સભ્યોને લઈ જઈ રહી હતી, જોકે, કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
સાઉથ સ્ટાર ઋષભ શેટ્ટી સ્ટારર ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર ૧’ વર્ષ ૨૦૨૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાંતારા’ની પ્રીક્વલ છે. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે નવેમ્બરથી ચાલી રહ્યું છે. ૨૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ તેનું ટીઝર રિલીઝ કરીને ફિલ્મની પ્રથમ ઝલક પણ બતાવવામાં આવી હતી.

આ પણ વાંચો : ‘પુષ્પા 2’ના પ્રોડ્યુસર્સ અને મ્યુઝિક ડાયરેક્ટર વચ્ચે અણબનાવ! આહેવાલોથી ખળભળાટ

થોડા દિવસો પહેલા, ‘કાંતારા: ચેપ્ટર ૧’નું નવું પોસ્ટર રિલીઝ થયું હતું અને તેની સાથે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ ફિલ્મ ૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સિનેમાઘરોમાં આવશે, જેમાં ઋષભ શેટ્ટી સિવાય જયરામ અને જિશુ સેનગુપ્તા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button