નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની હસીન જહાં ફરી એક વખત ચર્ચામાં છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો તેના બેડરૂમનો છે. વાયરલ વીડિયોમાં મોહમ્મદ શમીની એક્સ વાઇફ વ્હાઇટ કલરના આઉટફિટમાં એશ્વર્યા રાયના આઇટમ સોંગ કજરારે પર રિલ બનાવતી નજરે પડે છે. આ દરમિયાન તે ક્યારેક ખુરશી પર બેસે છે તો ક્યારકે સોફા પર ઉંઘે છે તો ક્યારેક બેટ પર ઉંઘે છે. આ વીડિયો ખુદ હસીન જહાંએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેને લઈ હવે તે ટ્રોલ થઈ રહી છે.
આ પણ વાંચો : IPL Mega Auction: પંજાબી કૂડી બનીને Nita Ambani અને Kavya Maran પર ભારે પડી બી-ટાઉનની આ એક્ટ્રેસ…
સોશિયલ મીડિયા યૂઝર્સે કરી ટ્રોલ
હસીન જહાંનો આ વીડિયો જોઈ ફેંસ શમીને તેના તલાક આપવાના ફેંસલાને યોગ્ય ગણાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું- મોહમ્મદ શમી જિંદગીમાં હંમેશા યોગ્ય ફેંસલો જ લે છે. લવ યુ શમી ભાઈ. બીજા યૂઝર્સે લખ્યું, શમી ભાઈને ફેંસલો યોગ્ય હતો. જ્યારે અન્ય એક યૂઝર્સે લખ્યું, મોહમ્મદ શમીએ તેની સાથે લગ્ન કરીને જિંદગીની સૌથી મોટી ભૂલ કરી હતી.
મોહમ્મદ શમી અને હસી જહાંએ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ બંનેના તલાક થઈ ગયા હતા. તેમને એક પુત્રી પણ છે. કોલકાતાની કોર્ટે શમીને જાન્યુઆરી 2023 સુધી હસીન જહાંને દર મહિને 1.30 લાખ રૂપિયા ભરણપોષણ તરીકે આપવાનો આદેશ આપ્યો હતો.
આઈપીએલમાં શમીને લાગી લોટરી
ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સનો હિસ્સો રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ લોટરી લાગી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે તેને 10 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. તેની બેસ પ્રાઇસ 2 કરોડ હતી. શમીને ખરીદવા અન્ય ફ્રેન્ચાઇઝીએ પણ બોલી લગાવી હતી પણ અંતમાં હૈદરાબાદે બાજી મારી હતી. મોહમ્મદ શમી 2013થી આઈપીએલ રમી રહ્યો છે. તેના કરિયરમાં 110 મેચ રમ્યો છે. આ દરમિયાન 110 ઈનિંગમાં શમીએ 127 શિકાર કર્યા છે. તેની સરેરાશ 26.86 અને ઇકૉનોમી 8.43 છે. તે લગભગ દર 19માં બોલ પર વિકેટ ખેરવે છે.