મનોરંજન

હેં, Aishwarya Rai-Bachchan-Salman Khan સાથે આવ્યા, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના ડિવોર્સને લઈને દરરોજ કોઈને કોઈ અટકળો અને સમાચારો આવતા જ રહે છે. પરંતુ અભિષેક સાથે લગ્ન થયા એ પહેલાં ઐશ્વર્યાનું નામ બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan) સાથે જોડાયું હતું. હવે સોશિયલ મીડિયા પર ફરી એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા અને સલમાન સાથે જોવા મળી રહ્યા છે. ચોંકી ગયા ને? ચાલો તમને જણાવીએ શું છે આખો મામલો-

આ પણ વાંચો: 80 વર્ષની ઐશ્વર્યા રાયનો AI લુક જોયો કે?, ગજબની સુંદર લાગે છે….

તમે કંઈ પણ ઉલટું સુલટું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય-બચ્ચન સાથે નથી આવ્યા આ તો અહીં પેઈન્ટિંગની વાત થઈ રહી છે. આપણે ત્યાં કલાકારોની કમી નથી અને એમની કળા જોઈને તમારા મોઢામાંથી પણ વાહ એવો ઉદ્ગાર સરી પડશે. આ પેઈન્ટિંગ કરવા માટે કલાકારે કલર નહીં પણ ટૂથ પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જી હા, તમે સાચુ વાંચી રહ્યા છો. ટૂથપેસ્ટની મદદથી જે રીતે તેણે ઐશ્વર્યા અને સલમાનની પેઈન્ટિંગ બનાવી છે એ જોઈને તમે પણ ચોંકી ઉઠશો.

View this post on Instagram

A post shared by Artist Shintu Mourya (@artist_shintu_mourya)

શિન્ટુ મોર્યાના નામના કલાકારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શિન્ટુ ટૂથપેસ્ટથી પેઇન્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. પહેલાં શિન્ટુ એક મહિલાનો ચહેરો બનાવે છે અને બાદમાં તે પુરૂષનો ચહેરો બનાવે છે. પરંતુ ખરી મજા તો જ્યારે પેઈન્ટિંગ પૂરું થાય છે ત્યારે આવે છે. પેઇન્ટિંગ પૂરું થતાં જ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું પેઈન્ટિંગ જોવા મળે છે. કલાકારે બંને સુપરસ્ટારને કાગળ પર ખૂબ જ ઝીણવટપૂર્વક પેઈન્ટ કર્યા છે અને એમાં પણ ખાસ કરીને ઐશ્વર્યાની આંખો અને તેનો ચહેરો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો: OMG! TMKOCવાળા દયાભાભીએ સલમાન ખાનની 65 કરોડની ઓફર ઠુકરાવી દીધી

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે. યુઝર્સ કમેન્ટ કરીને આ કલાકારના વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે જોઈને જરાય વિશ્વાસ નથી થતો અને તે ખૂબ જ સુંદર છે. બીજા એક યુઝરે લખ્યું છે કે આ કરેખર અદ્ભુત કળા છે. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે ભાઈ તમે અદ્ભુત છો, તમે ટૂથપેસ્ટથી એવો કમાલનો જાદુ કર્યો છે કે જે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હું તો. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો જોઈ લો-

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button