મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ફિલ્મો, સિરીયલથી દૂર રહીને પણ Rakhi Sawant આજે છે કરોડોની માલિક, અહીંથી થાય છે મોટી કમાણી…

રાખી સાવંત (Rakhi Sawant)ને બોલીવૂડની ડ્રામા ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાખી સાવંતનું નામ સતત કોઈને કોઈ વિવાદોમાં સંકળાતું રહે છે. ક્યારેક પોતાના ઉટપટાંગ નિવેદનો તો ક્યારેક પોતાના બોલ્ડ લૂકને કારણે રાખી લાઈમલાઈટમાં રહે છે. પરંતું શું તમને ખબર છે કે લાંબા સમયથી ફિલ્મો અને શોથી દૂર હોવા છતાં પણ રાખી કરોડોની માલિક છે? ચાલો તમને જણાવીએ બર્થડે ગર્લ રાખી સાવંતની ટોટલ પ્રોપર્ટી વિશે અને તેની આ કમાણી ક્યાંથી આવે છે એના વિશે-

Credit : Zee News

આ પણ વાંચો : એન્ટિલિયા પહેલાં Mukesh Ambani-Nita Ambani ક્યાં રહેતા હતા? કેવું હતું પહેલાંનું ઘર?

ખૂબ જ ઓછા લોકોને જાણ છે કે રાખી સાવંતના શરૂઆતના દિવસો ખૂબ જ સંઘર્ષથી ભરપૂર હતા. તેણે 11 વર્ષની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને એ વખતે રાખીને પગાર તરીકે આપવામાં આવતા હતા 50 રૂપિયા.

એક્ટ્રેસે ક્યારેય હાર નહોતી માની અને તેણે વર્ષો સુધી સંઘર્ષ ચાલુ જ રાખ્યો. ત્યાર બાદ રાખીને ફરાહ ખાનની ફિલ્મ મૈં હૂં નામાં એક રોલ ઓફર કરાયો. આ રોલમાં લોકોએ તેને ખૂબ જ પસંદ કર્યો હતો. જોકે, આ ફિલ્મે રાખીને એક્ટિંગમાં ખાસ સફળતા નહોતી અપાવી શકી. ત્યાર બાદ રાખીએ ડાન્સમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું.

રાખીએ બોલીવૂડમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં આઈટમ સોન્ગ કર્યા હતા અને એમાંથી કેટલાક બ્લોકબસ્ટર રહ્યા છે. એક સમય હતો કે જ્યારે રાખી બી-ટાઉનની ટોપની આઈટમ ગર્લ તરીકે ઓળખાતી હતી. દરેક જણ એના લટકા-ઝટકાના દિવાના છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી રાખીએ કોઈ આઈટમ સોન્ગ કર્યુ નથી અને ન તો તે કોઈ ટીવી સિરિયલમાં જોવા મળી છે તેમ છતાં રાખીની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલમાં કોઈ કમી જોવા મળી નથી.

આ પણ વાંચો : અર્જુન કપૂર બાદ હવે મલાઈકા અરોરાએ પણ રિલેશનશિપ સ્ટેટસ જણાવ્યું

વાત જાણે એમ છે કે બર્થડે ગર્લ રાખી સાવંતે ફિલ્મો સિવાય એડ શૂટ, બ્રાન્ડ પ્રમોશનની સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તગડી કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો રાખી સાવંત આજે પોતાના દમ પર 37 કરોડ રૂપિયાથી પણ વધુની સંપત્તિની માલિક છે. મુંબઈ અને દુબઈમાં આલિશાન ઘર સિવાય અનેક લક્ઝુરિયસ કારનું કલેક્શન પણ રાખી સાવંત પાસે છે. ચોંકી ગયા ને રાખી સાવંતની કુલ નેટવર્થ વિશે જાણી ને?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button