IPL Mega Auction: પંજાબી કૂડી બનીને Nita Ambani અને Kavya Maran પર ભારે પડી બી-ટાઉનની આ એક્ટ્રેસ…
સાઉદી અરેબિયાના જેદ્દામાં ગઈકાલથી આઈપીએલ-2025 (IPL-2025)નું મેગા ઓક્શન શરૂ થઈ ગયું છે. લખનઉ સુપર જાયન્ટ્સે રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં સૌથી મોંઘા ખિલાડી તરીકે ખરીદ્યો છે. ખેલાડીઓની લીલામી વચ્ચે બધાની નજર સ્ક્રીન પર ચાર ચહેરા પર જ ચોંટી ગઈ હતી. આ ચાર ચહેરા હતા નીતા અંબાણી (Nita Ambani), કાવ્યા મારન (Kavya Maran), જૂહી ચાવલા (Juhi Chawla) અને પ્રીટિ ઝિન્ટા (Priety Zinta)ના. ચારેય માનુનીઓએ ફરી એક વખત પોતાની ગજબની ફેશન સેન્સનો પરિચય આપ્યો હતો. આવો જોઈએ શું ખાસ હતું આ તમામ માનુનીઓના લૂકમાં-
આ પણ વાંચો : પંજાબે કેમ શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદ્યો?
એક તરફ જ્યાં કાવ્યા મારન અને નીતા અંબાણીનો લૂક થોડો ઘણો સિમિલર હતો તો પ્રીટિ ઝિન્ટાનો એથનિક લૂક તેને આ તમામ માનુનીથી અલગ પાડી રહ્યો હતો તો જૂહી ચાવલા પણ જિન્સ અને ટોપમાં ગ્રેસફૂલ દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયા પર પ્રીટિ ઝિન્ટાનો એથનિક લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રીટિ ઝિન્ટાએ આઈપીએલ ઓક્શનમાં પોતાનો પંજાબી કૂડીવાળો અવતાર દેખાડ્યો હતો. પોતાના આ શાનદાર અપિયરન્સથી લોકોનું ધ્યાન ખેંચવા માટે તેણે વ્હાઈટ કલરનો ચિકનકારી અનારકલી સૂટ પહેર્યો હતો અને એની સાથે તેણે ફૂલકારી દુપટ્ટો કેરી કર્યો હતો. આ દુપટ્ટા પર ગોલ્ડન કલરની બોર્ડર લગાવવામાં આવી હતી. પ્રીટિએ આ લૂક સાથે મિનમલ જ્વેલરી પહેરી હતી. માથા પર સુંદર બિંદી પ્રીટિની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી હતી.
આ પણ વાંચો : આઇપીએલ-ઑક્શનના પ્રારંભિક તબક્કામાં કોણે કોને ખરીદ્યો?
વાત કરીએ કાવ્યા મારનના લૂકની તો કાવ્યા અને નીતા અંબાણીનો લૂક કંઈ ખાસ અલગ નહોતો. કાવ્યા અને નીતાએ ઓક્શન માટે બોસી લૂક સ્ટાઈલ કર્યો હતો, બ્લેક વેસ્ટની સાથે નેવી બ્લ્યુ કલરનો સૂટ પહેર્યું હતું. આ આઉટફિટમાં કાવ્યા સુંદર લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો બોસી લૂક પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. તમે પણ ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો આ ચારેય માનુનીના બ્યુટીફૂલ લૂક…