આ રીતે ચોરી-છૂપીને વાંચી શકશો લોકોના મેસેજ, કોઈને ખબર પણ નહીં પડે…
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ કરતાં પણ સૌથી વધારે વપરાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે વોટ્સએપ (WhatsApp). વોટ્સએપ એ એક ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોરમ છે અને આ પ્લેટફોર્મ પર તમને કેટલાક ખાસ ફિચર્સ પણ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને આ ફિચર્સ વિશે માહિતી નથી હોતી જેને કારણે તેઓ આનો પૂરેપૂરો લાભ નથી ઉઠાવી શકતા. આજે અમે અહીં તમને વોટ્સએપના આવા જ એક ફિચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે લોકોના મેસેજ ચોરી-છૂપે વાંચી શકશો અને કોઈને ખબર પણ નહીં પડે…
ઘણી વખત એવું બને છે કે આપણે અમુક લોકોના મેસેજ રીડ કરીને રિપ્લાય કરવાની ઈચ્છા નથી રાખતા. આવા સંજોગોમાં સામેવાળાને ખ્યાલ આવી જાય છે કે તમે એમનો મેસેજ વાંચીને પણ રિપ્લાય કર્યો નથી. પરંતુ આજે અમે અહીં તમને એક એવી ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે લોકોના મેસેજ વાંચી લેશો અને એમને ખ્યાલ પણ નહીં આવે.
આ ફિચરનો લાભ ઉઠાવવા માટે તમારે તમારા વોટ્સએપની સેટિંગમાં જઈને એક નાનકડો ફેરફાર કરવો પડશે. તમે વોટ્સએપમાં જઈને રીડ રિસિપ્ટ બંધ કરીને આ સમસ્યાથી બચી શકો છો. આ સેટિંગ ઓન કરીને જો તે કોઈના મેસેજ વાંચી લો છો તો એમને સામે બ્લ્યુ ટીક નથી જતાં અને એમને જાણ નથી થતી કે તમે એમનો મેસેજ વાંચ્યો છે કે નહીં?
જોકે, આ ફીચરનું એક ડિસએડવાન્ટેજ પણ છે અને એના વિશે જણાવવાનું થાય તો જો તમે આ સેટિંગ ઓન કરી લો છો તો તમે મોકલેલા મેસેજ પણ કોઈએ વાંચ્યા છે કે નહીં એની જાણ પણ તમને નહીં થાય.
Also read: Google ને વેચવું પડી શકે છે લોકપ્રિય બ્રાઉઝર ક્રોમ? જાણો વિગત
ચાલો જાણીએ કે કઈ રીતે તમે આ સેટિંગ ઓન કરી શકો છો એ
⦁ આ ફિચરને ઈનેબલ કરવા માટે તમારે સૌથી વોટ્સએપ ઓન કરવું પડશે
⦁ હવે જમણી બાજુએ ત્રણ ડોટ દેખાશે, એના પર ક્લિક કરીને પ્રાઈવસીના ઓપ્શનમાં જાવ
⦁ અહીં તમને રીડ રિસિપ્ટનું ઓપ્શન જોવા મળશે. હવે તમારે આ ઓપ્શનને ઓન કરવું પડશે
⦁ બસ થઈ ગઈ તમારી રીડ રિસિપ્ટ ઓફ. હવે તમે કોઈના પણ મેસેજ વાંચશો તો સામેવાળી વ્યક્તિને ખબર નહીં પડે
⦁ આ ઓપ્શન ઓન કરતાં જ તમે બીજાના સ્ટેટસ પણ છુપીને જોઈ શકશો અને લોકોને એની જાણ સુધા નહીં થાય
⦁ પરંતુ એની સાથે જ તમારા મેસેજ પણ કોઈએ વાંચ્યા છે કે નહીં એની માહિતી પણ તમને નહીં મળે