Aishwarya-Abhishekના અણબનાવ વચ્ચે Shweta Bachchanએ આ શું કર્યું? નેટિઝન્સ કન્ફ્યુઝ…
છેલ્લાં કેટલાક સમયથી સતત બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સના સમાચારો સામે આવી રહ્યા છે. અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે બંનેના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે. પરંતુ આ બધા વચ્ચે ઐશ્વર્યા અને અભિષેક પોતાનું કામ કરતાં કરતાં આ બાબતે ચૂપ રહેવાનું પસંદ કર્યું છે. બંનેએ આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરી, પરંતુ હવે આ બધા બચ્ચે અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચન (Shweta Bachchan)એ કંઈક કર્યું છે કે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
આવો જોઈએ આખરે એવું તે શું કર્યું શ્વેતાએ- ઐશ્વર્યા રાય-બચ્ચને છેલ્લાં કેટલાક સમયથી પતિ અભિષેક અને સાસરિયાઓથી દૂરી બનાવી લીધી છે. આ ઉપરાંત ભાઈ આદિત્ય રાય અને ભાભી શ્રીમા રાય સાથે પણ ઐશ્વર્યાના ખાસ કંઈ સારા સંબંધો નથી, હવે આ બધામાં કહાનીમાં ટ્વીસ્ટ આવ્યું છે. ભાભી શ્રીમા રાયે શ્વેતા બચ્ચન નિખિલ નંદા માટે એક ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી છે.
Aslo read: તસવીરેં બોલતી હૈઃ ઐશ્વર્યા રાયે આરાધ્યાના બર્થ ડે પિક્સ શેર કર્યા ને…
શ્રીમા રાયે પોતાની સ્ટોરીમાં સુંદર બુકેનો ફોટો શેર કર્યો છે અને શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાનો આભાર માન્યો છે. શ્વેતા અને નિખિલે શ્રીમાને ફૂલોનો બુકે મોકલાવ્યો છે. જોકે, શ્વેતા અને નિખિલે કયા કારણસર આ ફૂલોનો બુકે મોકલાવ્યો છે એ તો જાણી શકાયું નથી, પરંતુ શ્વેતા અને શ્રીમાની આ ક્લોઝનેસ યુઝર્સને ખાસ કંઈ પસંદ આવી હોય એવું લાગતું નથી. ફેન્સનું ધ્યાન પણ આ ઘટનાએ ખાસ્સું એવું ખેંચ્યું છે.
રેટિડ પર નેટિઝન્સને પણ શ્રીમા અને શ્વેતાનું આ બોન્ડ જોઈને શોક લાગ્યો છે. એક યુઝરે લખ્યું છે કે કાં તો પરિસ્થિતિ કે સંબંધો એટલા ખરાબ નથી થાય, જેટલું લોકો કહી રહ્યા છે. કા પછી બંને પરિવારોમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે સારું વર્તન કરે છે સિવાય એશના, જેનું કોઈ સાથે પટતું નથી. જ્યારે એક બીજા યુઝરે લખ્યું હતું કે નણંદની ભાભી સાથે મિત્રતા… હમ્મમમ… બીજા એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે ઘણા બધા ડાઉનવોટ્સની આશા છે. પરંતુ શ્વેતા ભલે પોતાના પતિથી અલગ થઈ ગઈ હોય પણ તેના સાસરિયાઓ સાથેના સંબંધો સારા છે.
Also read: ઐશ્વર્યા રાય આરાધ્યાની માતા નથી, આ શું બોલી ગયા જયા બચ્ચન?
આ કારણે ઐશ્વર્યા સાથે તેની ખાસ કંઈ બનતી અને બની શકે તેના ભાઈ-ભાભી સાથે પણ તે આવી જ હોય… હવે કારણ જે પણ હોય, પરંતુ શ્વેતાનું આ પગલું ફેન્સને ચોક્કસ જ કન્ફ્યુઝ કરી રહ્યું છે કે આખરે બચ્ચન પરિવારમાં આ ચાલી શું રહ્યું છે.