નેશનલ

ભારતીય કોસ્ટને મળી મોટી સફળતા, આંદામાન નજીક બોટમાંથી પાંચ ટન Drugs જપ્ત

આંદામાન : ભારતીય કોસ્ટ ગાર્ડ આંદામાનના(Andaman)નજીક દરિયામાંથી માછીમારોની બોટમાંથી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ કન્સાઈનમેન્ટ ઝડપી પાડ્યું છે. કોસ્ટ ગાર્ડે જપ્ત કરાયેલ કન્સાઇનમેન્ટમાં લગભગ પાંચ ટન ડ્રગ્સ છે. આ ડ્રગ્સ બોટમાંથી મળી આવ્યું હતું. જો કે કોસ્ટ ગાર્ડે ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી આપી નથી. તેમજ કેટલા લોકોની ધરપકડ કરી તે અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ બાદ જ માહિતી આપવામાં આવશે. ભારતીય કોસ્ટ ગાર્ડે અત્યાર સુધીનો આ સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હોવાની સંભાવના છે.

ઓપરેશન “સાગર મંથન” અમલમાં

ભારતને નશામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે દેશમાં એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓ કાર્યરત છે. જોકે, આ પ્રવુતિને વેગ આપવા અને ડ્રગ માફિયાઓ પર ગાળિયો કસવા માટે કેન્દ્ર સરકારે ઓપરેશન “સાગર મંથન”અમલમાં મૂક્યું છે. જેના પગલે મોટાપાયે ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવી રહ્યો છે. જેમાં હાલમાં ગુજરાતના પોરબંદરના દરિયાકિનારેથી એનસીબી અને ગુજરાત એટીએસે સંયુક્ત ઓપરેશનમાં 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું. તેમજ આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશનને “સાગર મંથન-4” નામ આપવામાં આવ્યું હતું.


Also read: ભારતમાં પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય સહકારી સંમેલનનું આયોજન, PM Modi કરશે ઉદ્ઘાટન


શું છે ઓપરેશન સાગર મંથન ?

ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટ ગાર્ડ , એનસીબી અને ગુજરાત પોલીસની એટીએસની ગુપ્તચર શાખાની ટીમ બનાવીને ‘ઓપરેશન સાગર’ મંથન શરૂ કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય ગેરકાયદે ડ્રગ્સની દરિયાઈ દાણચોરીને રોકવાનો છે. આ વર્ષની શરૂઆતમાં ‘ઓપરેશન સાગર’મંથન શરૂ થયું હતું. જેમાં 3,400 કિલો માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.જેમાં 11 ઈરાની નાગરિકો અને 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button