IND vs AUS 1st test: ચોથા દિવસે પહેલું સેશન ભારતને નામ, ટ્રેવિસ હેડે લડત બતાવી
પર્થ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ પર્થના સ્ટેડીયમમાં રમાઈ (ND vs AUS 1st test) રહી છે. આ મેચમાં ઈન્ડિયન ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 487/6 રનના સ્કોર પર બીજી ઇનિંગ ડિક્લેર કરીને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો મોટો ટાર્ગેટ આપ્યો. જોકે, ટાર્ગેટ ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે એક પછી એક વિકેટ ગુમાવી. આજે મેચના ચોથા દિવસે લંચ બ્રેક સુધી, ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 104 રન બનાવી લીધા છે. ટ્રેવિસ હેડ 63 અને મિચેલ માર્શ 5 રન બનાવીને અણનમ છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે હજુ 430 રનની જરૂર છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 5 વિકેટ લેવી પડશે.
ચોથા દિવસનું પ્રથમ સેશન ભારતના નામે રહ્યું હતું. આ સેશનમાં ભારતે 2 વિકેટ ઝડપી હતી. જોકે ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે લડત બતાવી છે, તેણે 72 બોલમાં 63 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલીયાએ આજે 25.4 ઓવરમાં 92 રન બનાવ્યા હતા. મેચ મોટા અંતરથી જીતવા માટે ભારતે હેડને ઝડપથી આઉટ કરવો પડશે.
Also read: કોહલીની 30મી સેન્ચુરીઃ બ્રેડમૅનથી આગળ અને હેડન-ચંદરપૉલની બરાબરીમાં
આ મેચમાં ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળી રહ્યો છે, બીજી ઈનિંગમાં ભારત તરફથી મોહમદ સિરાજે 3 વિકેટ ઝડપી છે, જયારે જસપ્રીત બૂમરાહે 2 વિકેટ ઝડપી છે.