Israel Hezbollah War: હિઝબુલ્લાહ એ ઈઝરાયેલ પર 250 થી વધુ રોકેટથી હુમલો કર્યો, સાત લોકો ઘાયલ
બેરુત : ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે(Israel Hezbollah War)હજુ પણ સતત સંઘર્ષ ચાલુ છે. જેમાં હવે હિઝબુલ્લાહ એ હુમલાનો જવાબ આપતા રવિવારે ઈઝરાયેલ પર 250 થી વધુ રોકેટથી હુમલો કર્યો છે. આ હુમલામાં સાત લોકોને ઇજા પહોંચી છે. હિઝબુલ્લાહ દ્વારા તેલ અવીવ અને આસપાસના વિસ્તારમાં કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો છે.
Also read: ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુ સામે ICCએ જારી કર્યું એરેસ્ટ વોરન્ટ
બેરૂતમાં ઈઝરાયેલે કરેલા હુમલાનો જવાબ
હિઝબુલ્લાહે બેરૂતમાં ઈઝરાયેલે કરેલા વિનાશક હુમલાના જવાબમાં આ હુમલા કર્યા હતા. આ દરમિયાન લેબનીઝ સેનાએ જણાવ્યું હતું કે ઇઝરાયલી હુમલામાં એક લેબનીઝ સૈનિક માર્યો ગયો હતો, જ્યારે 18 અન્ય ઘાયલ થયા હતા. ઈઝરાયેલી સૈન્યએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ હુમલો હિઝબુલ્લાહ વિરુદ્ધ યુદ્ધ ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો અને સૈન્યનું ઓપરેશન માત્ર ઉગ્રવાદીઓ વિરુદ્ધ છે.
ઈઝરાયેલે લેબનોન પર હુમલો કર્યો હતો
ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલના હુમલામાં 40 થી વધુ લેબનીઝ સૈનિકો માર્યા ગયા છે.લેબનોનના કાર્યવાહક વડા પ્રધાન નજીબ મિકાતીએ આ હુમલાની નિંદા કરી અને તેને યુએસની આગેવાની હેઠળના યુદ્ધવિરામ પ્રયાસો પર હુમલો ગણાવ્યો.
Also read: રશિયાએ યુક્રેન પર છોડી આ ખતરનાક મિસાઈલ, યુદ્ધમાં પહેલીવાર જ થયો ઉપયોગ
ઇઝરાયેલી હુમલામાં 29 લોકો માર્યા ગયા
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે રવિવારે લગભગ 250 રોકેટ છોડવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાકને અટકાવવામાં આવ્યા હતા. લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શનિવારે બેરૂત પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 29 લોકો માર્યા ગયા અને 67 ઘાયલ થયા.