આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Winter 2024: ગુજરાતમાં ઉત્તર ભારતની હિમવર્ષાની અસર, ગાંધીનગરમાં લધુત્તમ તાપમાન11.8 ડિગ્રી નોંધાયું

અમદાવાદઃ ઉત્તર ભારતમાં થયેલી બરફવર્ષાની અસર ગુજરાત(Gujarat)પર થતા રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટતા ગુજરાતીઓ ઠૂઠવાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે હિમવર્ષાની અસરથી રવિવારે મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ગુજરાતનાં લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ ગુજરાતનાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. રવિવારે ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
રવિવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી વધીને 16 ડિગ્રી પર પહોંચ્યું હતું. મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાયા હતા જેના કારણે ઠંડીનો ચમકારો વર્તાયો હતો. તો બીજી બાજુ મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેતા બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.


Also read: Winter 2024 : ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થશે, હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ રવિવારે કંડલા એરપોર્ટ પર 13 ડિગ્રી, વડોદરા અને ડીસામાં 14 ડિગ્રીની આસપાસ, નલિયામાં 15 ડિગ્રી, અમદાવાદમાં 16 અને ભુજમાં 17 ડીગ્રી, દમણમાં 20.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રવિવારે સૌથી ઠંડુ શહેર ગાંધીનગર રહ્યું હતું.

માઉન્ટ આબુમાં ચાર ડિગ્રી તાપમાન


Also read: Winter 2024: ગુજરાતમાં આજથી ગુલાબી ઠંડી શરૂ, તાપમાનમાં થશે ઘટાડો


બીજીતરફ ગુજરાતીઓનાં મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુના તાપમાનમાં પણ સતત વધઘટ થઈ રહી છે. માઉન્ટ આબુમાં ચાર ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે દક્ષિણ પ્રદેશના અચલગઢ, કુમ્હારવાડા ગુરુ શિખરે તાપમાનનો પારો ઝીરો ડિગ્રી નોંધાયો હતો. રવિવારે આબુમાં અંદાજે 20 હજાર જેટલા પ્રવાસીઓ નોંધાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button